Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ભારત પાકિસ્તાન સીમા સુરક્ષાઃ ઈન્ટરનેટ બની રહ્યું છે જોખમી

ભારત પાકિસ્તાન સીમા નજીક ગામમાં સોશિયલ મીડિયાનો વપરાશ સીમાને મૂકે છે સંકટમાં છે

નવી દિલ્હી, તા. ૭ : ભારત વિકાસશીલ દેશથી વિકિસત દેશ તરફની ગતિ કરે છે. ભારત પાકિસ્તાનની બોર્ડર નજીક આવેલા વિસ્તારમાં ઇન્ટરનેટ કનેકિટવિટી સીમા સુરક્ષા માટે જોખમ ઉભું કરી રહ્યું છે. હકીકતમાં ઇન્ટરનેટ સેવા એવી છે કે જે હવે ખૂણે ખૂણા સુધી પહોંચી ગઈ છે. દેશનો અભણ માણસ પણ એન્ડ્રોઇડ ફોન ઉપયોગ કરવા લાગ્યો છે અને વિશ્વ સાથે કનેકટ થઇ રહ્યો છે, ભારતના કેટલાક ગામડાઓ એવા પણ છે કે જયાં પાર્થમિક સુવિધાઓ નહિ પહોંચી હોય પરંતુ મોબાઇલ કંપનીના ટાવર ઉભા કરી દેવામાં આવ્યા છે. દેશની સીમા સુરક્ષા એ આ અંગે આપત્ત્િ। પણ દર્શાવી હતી પરંતુ ઙ્ગલેવાયા નથી.

નાના ગામડાઓમાં લોકો આજે જયારે ઈન્ટરનેટથી જોડાયા છે ત્યારે સોશિયલ મીડિયા સાથે અનેક ગ્રુપ સાથે પણ જોડાયા છે ત્યારે સીમા સુરક્ષા માટે સોશિયલ મીડિયા સંકટ બને શકે છે. કેટલાક સોશિયલ મીડિયા ગ્રુપમાં ભારત અને પાકિસ્તાનના લોકો સાથે જોડાયેલા હોવાથી નાપાક ઈરાદાના લોકો દેશની સુરક્ષાને હાનિ કરી રહ્યા છે. દ્યૂસણખોરી, તસ્કરી, સ્મગલિંગ વગેરે જેવી નાપાક પ્રવૃત્ત્િ। માટે આ ગ્રુપના ભોળા લોકોને લાલચ ઙ્ગફસાવાઈ રહ્યા છે. કેટલાય નિર્દોષ લોકો આ ચુંગાલમાં ફસાઈ ચૂકયા છે. (૯.૮)

સોશિયલ મીડિયાના સમયમાં હજારો ચેટ ગ્રુપ બનેલા છે સીમા નજીકના લોકો અનેક ગ્રુપ સાથે જોડાયેલા છે. જેમાં કેટલાક ભારતીય નાગરિક નથી જેના લીધે દેશ વિરોદ્યી કામગીરી કરતા લોકો પોતાની મેલી મુરાદો પુરી કરવા આવા ગ્રુપના નિર્દોષ લોકોને ટાર્ગેટ બનાવે છે. સોશિયલ મીડિયાના ગ્રુપમાં કેટલાક લોકોના સબંધીઓ પાકિસ્તાનના પણ છે જેથી આ સબંધનો ફાયદો નાપાક ઈરાદાબાદ લોકો કરીને દેશમાં તસ્કરી કરે છે એવા અહેવાલ છે

(3:13 pm IST)