Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

શું સુશાંતને ઝેર આપવામાં આવ્યું હતું ? ફરી વિસરાની થશે તપાસ

સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આટલી ઉતાવળ શા માટે ?

મુંબઇ તા. ૭ : સુશાંતસિંહ રાજપૂતના મોત પછી ૧૪ જૂને તેમનો મૃતદેહ કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. બપોરના સમયે લાવવામાં આવેલો મૃતદેહનું રાત્રી સુધીમાં પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું. એવામાં સવાલ એ થઈ રહ્યો છે કે સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આટલી ઉતાવળ શા માટે કરવામાં આવી ? વિસેરાની તપાસ કરી રહેલી AIIMSની મેડિકલ ટીમ કેસમાં સત્યની જડ સુધી પહોંચવામાં મદદ કરી શકે છે.

AIIMSની ફોરેંસિક ટીમ સુરક્ષિત રાખવામાં આવેલા સુશાંતના વિસેરાનું ટેસ્ટ કરી રહી છે. મેડિકલ ટીમને શક છે કે સુશાંતને ઝેર તો નથી આપવામાં આવ્યું ને. AIIMSના ફોરેંસિક ડિપાર્ટમેન્ટના હેડ અને સુશાંત કેસ માટે નિમણૂંક થયેલા મેડિકલ બોર્ડના ચેરમેન ડો.સુધીર ગુપ્તાએ જણાવ્યું છે કે તપાસ ૧૦ દિવસની અંદર કરવામાં આવશે. તેનો રિપોર્ટ પણ ૧૦ દિવસમાં આવશે. આ મામલાને લઈને મેડિકલ બોર્ડની મીટિંગ ૧૭ સપ્ટેમ્બરે કરવામાં આવશે.

AIIMSની પાસે વિસરા ટેસ્ટ માટે જરૂરી વસ્તુઓ હાજર છે.ઙ્ગ આ વસ્તુ એફબીઆઈ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે કોઈ ભૂલની શકયતા નથી. સુશાંત મામલામાં AIIMSના ત્રણ ડોકટરોની ટીમે સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કરનારા ડોકટોરની પૂછપરછ કરી છે. આ પૂછપરછમાં AIIMSના ડોકટરોએ સુશાંતના ગળામાં પડેલા ઘાવના નિશાનને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા.

રિપોર્ટ મુજબ સુશાંતના ગળા ઉપર પડેલા ઘાવના નિશાનને લઈને અનેક સવાલ ઉભા થયા છે. સુશાંતના ગળામાં પડેલા નિશાન તેમના ગળાની વચ્ચે છે. અને તે સીધી રેખામાં છે. રે આત્મહત્યાના મામલામાં આ ઘાવ ગળાના એકદમ ઉપરના ભાગમાં હોય છે. માનવામાં આવી રહ્યું છે કે એમ્સના ત્રણ ડોકટરોએ બોડીનું પોસ્ટમોર્ટમ કરનારા પાંચ ડોકટરોથી સુશાંતના ગળા પર પડેલા નિશાનને લઈને સવાલ કર્યા હતા.

AIIMSના ડોકટર ટી મિલ્લવ, ડો.આદર્શ કુમાર અને ડો.અભિષેક યાદવ મુંબઈમાં પોસ્ટમોર્ટમની સાથે જોડાયેલી સમગ્ર સવાલો ઉપર પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડોકટર ૪ સપ્ટેમ્બરથી મુંબઈમાં છે. આ ડોકટરોને એ સંસ્થાઓ ઉપર જવાનો પણ અધિકાર છે જયાં ઘટના બની હતી. આ સિવાય જયાં પોસ્ટમોર્ટમ થયું હતું ત્યાં પણ જઈ શકે છે.

આ ડોકટરોને મુંબઈમાં સીબીઆઈની ટીમ સાથે પણ વાત કરવાનો અધિકાર છે. આ સિવાય AIIMSની આ ટીમ પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરો અને મોર્ચરીના સ્ટાફની પણ પૂછપરછ કરી શકે છે.

(4:02 pm IST)