Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

એપ્પલની 8 કંપનીઓનું ચીન છોડીને ભારતમાં સ્થળાંતર : અમેરિકા,બ્રિટન, જાપાન અને ઓસ્ટ્રેલિયા ભારતની પડખે

દક્ષિણ એશિયામાં ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનવા ભણી

નવી દિલ્હી : લદાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ છે ચીની દગાખોરીથી સમગ્ર વિશ્વ પરિચિત છે ત્યારે અમેરિકા, બ્રિટન, જાપાન અને ઓસ્ટ્રેલિયા ભારત સાથે ઉભા છે. દક્ષિણ એશિયામાં ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે.કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે એપલની આઠ કંપનીઓ ચીનને છોડીને ભારત આવી છે. ભારતઉત્પાદનનું હબ બની રહ્યું છે.

 રવિશંકર પ્રસાદે એનઆરઆઈ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીતમાં જણાવ્યું કે અમેરિકા, બ્રિટન, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ સમર્થન આપ્યું છે. ભારત મોટા વિનિર્માણ કેન્દ્રના રૂપમાં ઉભરી રહ્યું છે અને ગ્લોબલ મેન્યુફેક્ચરર ઇકોસિસ્ટમ એ અનુભવી રહ્યું છે કે તેની ચીન સિવાય અન્ય સ્થાનો ઉપર પણ હોવું જોઈએ. મને જાણકારી મળી છે કે એપલ કંપની લગભગ 8 ફેક્ટરીઓને ચીનથી ભારતમાં સ્થાનાંતરિત કરી ચૂકી છે.
   રવિશંકર પ્રસાદે આગળ કહ્યું કે જ્યારે લદાખમાં ચીન સાથે કાંઇક બને છે તો આપણા પ્રધાનમંત્રી હંમેશા દ્રઢતાથી ઉભા રહ્યા અને હંમેશા એ વાત જ કહી કે ભારત ક્યારેય પણ પોતાની સંપ્રભુતા સાથે કોઈપણ સમજુતી કરશે નહીં. ભારતના આ સાહસિક વલણનો અમેરિકા, બ્રિટન, જાપાન અને અમેરિકાએ પણ સાથ આપ્યો હતો.
   અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ લદ્દાખ સ્થિત પૈંગોંગ ઝીલના દક્ષિણ કિનારા પર સ્થિત ભારતની વિસ્તાર પર કબજા માટે ચીન દ્વારા 29 અને 30 ઓગસ્ટે કરેલા અસફળ પ્રયત્નના કારણે ફરી એક વખત તણાવ વધી ગયો છે.

(10:29 pm IST)