Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા સિવાય આખો મહિનો વરસાદની ધમધમાટી ભર્યો રહેશે : હવામાન ખાતુ

ડો. રાજીવને કહ્યું છે કે દેશના અર્થતંત્ર અને ખરીફ પાકને ખૂબ ફાયદો થશે.

નવી દિલ્હી : નૈઋત્યનું ચોમાસુ લંબાણ ભર્યું રહેશે. સપ્ટેબર આખો મહીનો વરસાદનો રહેશે અને સપ્ટેમ્બરમાં નોર્મલ કે નોર્મલ થી વધુ વરસાદ રહેશે તેવી જાહેરાત હવામાન ખાતાએ કરી છે. સપ્ટેમ્બરના બીજા વીકમાં જોકે વરસાદની ખાધ રહેશે પરંતુ ત્યાર બાદ ૧૭ સપ્ટેમ્બરથી  ચોમાસું ફરી જોર પકડશે.

  મહારાષ્ટ્ર કર્ણાટક અને કેરળમાં સપ્ટેમ્બરમાં હવેના ૪ અઠવાડિયા ખૂબ સારો વરસાદ રહેશે. બંગાળના અખાતમાં નવુ પ્રેશર સર્જાઇ રહ્યું છે જેથી વરસાદમાં કમી આવે તેવી સંભાવના ઓછી છે. સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં દેશમાં ઘણા ભાગોમાં વરસાદનું જોર વધશે. ઓગસ્ટમાં સરેરાશથી દેશમાં ૨૭% વધુ વરસાદ પડ્યો છે. હવામાન તંત્રના ડો. રાજીવને કહ્યું છે કે દેશના અર્થતંત્ર અને ખરીફ પાકને ખૂબ ફાયદો થશે.

(11:24 pm IST)