Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

દિલહીમાં આજે વાતાવરણ ચોખ્‍ખુ રહેશેઃ ૧૩ થી ૧૫ લૂની આગાહીઃ યલો એલર્ટ

રાજધાનીમાં આજે એકયુઆઇ ૧૨૯ નોંધાયોઃ નોઇડામાં ૧૪૦- ગુરૂગ્રામમાં - ૧૪૨


દિલ્‍હી-એનસીઆર આગામી દિવસોમાં તીવ્ર ગરમીનો સામનો કરશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ૧૩ થી ૧૫ મે દરમિયાન દિલ્‍હીમાં ‘લૂ'ની આગાહી કરી છે અને યલો એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, ૧૬ મેના રોજ થોડી રાહત મળી શકે છે, કારણ કે આકાશમાં હળવા વાદળો છવાવાની સંભાવના છે.
આ પહેલા ૧૧ અને ૧૨ મેના રોજ વાતાવરણ જોરદાર સૂર્યપ્રકાશ સાથે હવામાન ચોખ્‍ખું રહેશે અને મહત્તમ તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી રહેશે જયારે લઘુત્તમ તાપમાન ૨૮ થી ૨૯ ડિગ્રી સેલ્‍સિયસની રેન્‍જમાં રહી શકે છે. આ દરમિયાન ગરમી સામાન્‍ય રહેવાની શક્‍યતા છે. મંગળવારની વાત કરીએ તો, લઘુત્તમ તાપમાન સામાન્‍ય કરતાં વધુ નોંધાયું હોવા છતાં ગરમી હળવી અને મહત્તમ તાપમાન સામાન્‍યની નજીક રહ્યું હતું.
સેન્‍ટ્રલ પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, બુધવારે સવારે દિલ્‍હીમાં એર ક્‍વોલિટી ઈન્‍ડેક્‍સ (AQI) ‘મધ્‍યમ' શ્રેણીમાં ૧૨૯ પર નોંધવામાં આવ્‍યો છે. તે જ સમયે, નોઈડામાં AQI ૧૪૦ છે, જયારે ગુરુગ્રામમાં ૧૪૨ નોંધવામાં આવ્‍યો છે. AQI ને શૂન્‍ય અને ૫૦ની વચ્‍ચે ‘સારા', ૫૧ અને ૧૦૦ ની વચ્‍ચે ‘સંતોષકારક' ૧૦૧ અને ૨૦૦ની વચ્‍ચે ‘મધ્‍યમ', ૨૦૧ અને ૩૦૦ની વચ્‍ચે ‘નબળુ', ૩૦૧ અને ૪૦૦ની વચ્‍ચે ‘ખૂબ જ નબળુ', અને ૪૦૧ વચ્‍ચે વ્‍યાખ્‍યાયિત કરવામાં આવે છે. અને ૫૦૦ને ‘ગંભીર' શ્રેણીમાં ગણવામાં આવે છે.

 

(3:30 pm IST)