Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ટેનિસ સ્ટાર અંકિતા રૈના કોરોના સંક્રમિત: હાલ ઓસ્ટ્રેલિયન ઓપનમાં હિસ્સો લેવા મેલબોર્નમાં

ક્વોલિફાયર રાઉન્ડમાં તેની હાર થતા તે ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થઇ હતી

મુંબઈ :  ભારતીય ટેનિસ સ્ટાર અંકિતા રૈના કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં હિસ્સો લેવા માટે અંકિતા ઓસ્ટ્રેલિયા છે. જ્યાં મંગળવારે ક્વોલિફાયર રાઉન્ડમાં તેની હાર થતા તે ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થઇ હતી. ત્યાર બાદ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તે બુધવારે સંક્રમિત હોવાનુ સામે આવ્યુ હતુ. આ અંગેની જાણકારી તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આપી હતી.

(9:53 pm IST)