Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

દિવાળી સુધીમાં લોકોને 5G સેવાઓની ભેટ મળી શકે છે

5G સ્‍પેકટ્રમની હરાજી માટે મંજુરી

નવી દિલ્‍હી તા. ૧૫ : 5G સ્‍પેકટ્રમની હરાજીની સ્‍વીકૃતિ સાથે દેશમાં ટેલિકોમ સેકટરમાં નવી ક્રાંતિની શરૂઆત થઇ છે. આ અંતર્ગત ટેલિકોમ મંત્રાલય આ સપ્‍તાહથી રસ ધરાવતી ટેલિકોમ કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવશે. કેબિનેટના નિર્ણય અનુસાર જુલાઇમાં હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ વર્ષે દિવાળી સુધી લોકોને 5G સેવાઓની ભેટ મળી શકે છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) એ 5G સ્‍પેક્‍ટ્રમની હરાજી માટે મંજૂરી આપી દીધી છે. ટેલિકોમ કંપનીઓ લાંબા સમયથી 5G સ્‍પેક્‍ટ્રમની હરાજી માટે રાહ જોઈ રહી હતી.

આ સાથે દેશમાં ટેલિકોમ્‍યુનિકેશનના ક્ષેત્રમાં નવી ક્રાંતિ શરૂ થઈ છે. આ અંતર્ગત ટેલિકોમ મંત્રાલય આ સપ્તાહથી રસ ધરાવતી ટેલિકોમ કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવશે. કેબિનેટના નિર્ણય અનુસાર જુલાઈમાં હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ માટે સ્‍પેક્‍ટ્રમની કુલ કિંમત ૫ લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ અંતર્ગત સરકાર નવ સ્‍પેક્‍ટ્રમની હરાજી કરશે. આ હરાજી ૨૦ વર્ષ માટે રહેશે.આ હરાજીમાં ટેલિકોમ કંપનીઓ ૬૦૦ થી ૧૮૦૦ Mhz બેન્‍ડ અને ૨૧૦૦, ૨૩૦૦, ૨૫૦૦ Mhz બેન્‍ડની હરાજી માટે અરજી કરશે. ભારત સરકારે 5G સ્‍પેક્‍ટ્રમના કોલિંગ અને વિડિયો કોલિંગ સાથે અદ્યતન સેવાઓનું પરીક્ષણ કર્યું છે. 

(10:02 am IST)