Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન આજે 29 મોત

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે 34 પૈકી 8 કોવીડ ડેથ

રાજકોટ: શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 29નો ભોગ લીધો છે . 

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા .15નાં સવારના ૮ વાગ્યા થી આજે તા.16સવારના ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જીલ્લાના 29 દર્દીઓના મોત નિપજ્યા હતા .

ગઇકાલે 34 પૈકી 8 મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું હતું.

શહેર અને જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 2982 બેડ ઉપલબ્ધ છે.

(11:14 am IST)
  • બાંદ્રા-વર્લી સી લિંક હાઇવે ટ્રાફિક માટે બંધ કરાયો: તૌકતે વાવાઝોડાને લીધે મુંબઈનો બાંદ્રા-વર્લી સી લિંક ટ્રાફિક માટે શનિ-રવિ બંધ કરી દેવામાં આવ્યાનું મુંબઈના મેયરે જાહેર કર્યું છે. access_time 12:41 am IST

  • અમદાવાદમાં જોરદાર વરસાદ ચાલુ મોડી સાંજે અમદાવાદ નવસારી વલસાડ અને સુરત સહિતના વિસ્તારોમાં સૂસવાટા મારતા પવન સાથેમાધ્યમથી જોરદાર વરસાદ શરૂ થયો છે access_time 7:01 pm IST

  • તૌકતે વાવાઝોડાના કારણે ગોવામાં 2ના મોત : 500થી પણ વધારે વૃક્ષો ધરાશાયી થયા હોવાની આશંકા : તૌકતે વાવાઝોડાને લઈને ગોવામાં આવતી-જતી તમામ ફ્લાઇટ રદ કરાઈ - ગોવા એરપોર્ટ ઓથોરિટીએ આપી માહિતી access_time 6:29 pm IST