Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

સોનાનાં ઘરેણાંવાળી વડાપાઉં સાથેની બેગ ઉંદરો લઈ ગયા

માયાનગરી મુંબઈમાં અનોખો કિસ્સો સામે આવ્યો : મહિલાએ પોલીસની મદદ લેતા સીસીટીવી પરથી ઘરેણાંની બેગ ઉંદરો તાણી ગયા હોવાનું જાણવા મળ્યું

મુંબઈ, તા.૧૬ : માયાનગરી મુંબઈમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગટરની અંદર ઉંદરો દ્વારા કરવામાં આવેલા મોટા કાણામાંથી એક પેકેટ મળી આવ્યુ હતું જેમાં લગભગ પાંચ લાખ રુપિયા કિંમતના ઘરેણાં હતા. તમને પણ જાણીને નવાઈ લાગશે કે આખરે આ ઉંદરો પાસે ઘરેણાં કેવી રીતે પહોંચી ગયા. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ઘરેણાં સુંદરી પ્લાનિબેલ નામની એક ૪૫ વર્ષીય મહિલાના છે. તે ગુરુગ્રામમાં સ્થિત ગોકુલધામ કોલોનીમાં એક ઘરકામ કરનાર બાઈ તરીકે કામ કરી છે.

ઉલ્લેખનીય છે કે સુંદરી પોતાના ઘરેણાં બેક્નમાં મૂકવા જઈ રહ્યા હતા. તે સમયે તેમણે વડા પાવ મૂકેલી પોતાની બેગ બે બાળકોને આપી.

 સુંદરીએ બાળકો ભૂખ્યા ન રહે તે માટે તેમને વડાપાવ આપ્યા હતા. સબ ઈન્સ્પેક્ટર ચંદ્રકાતના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ બેક્ન પહોંચ્યા ત્યારે તેમને સમજાયું કે જે બેગમાં વડા પાવ હતા તે જ બેગમાં ઘરેણાં પણ મૂક્યા હતા. આ વાત સમજાતાં સુંદરી તરત ત્યાંથી નીકળી ગયા અને બાળકોને શોધવાની શરુઆત કરી હતી.

જે વિસ્તારમાં તેમણે બાળકોને વડા પાવ આપ્યા હતા તે જ વિસ્તારમાં જઈને બાળકોને શોધ્યા પરંતુ તેમને ત્યાં કોઈ મળ્યુ નહીં. આખરે હાર માનીને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોતાના ઘરેણાં શોધવા માટે પોલીસની મદદ માગી હતી. પોલીસે સમગ્ર બાબતની નોંધ કરીને તપાસ શરુ કરી હતી. પોલીસને બાળકો અને તેમના માતા મળી ગયા હતા. આ લોકોએ પોલીસને જણાવ્યું કે, તેઓ વડાપાવ ખાવા નહોતા માગતા માટે તેમણે તે બેગ કચરામાં નાખી દીધી હતી.

પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા તો પોલીસને જાણકારી મળી કે સોનાના ઘરેણાં ગટરમાં લઈ જવામાં આવ્યા છે.

 સીસીટીવીમાં જોયું કે થોડા ઉંદરોએ ભેગા મળીને તે બેગ ગટર સુધી લઈ ગયા હતા.

(8:10 pm IST)