Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

GSTના નવા રેટ અમલમાં: જીવવુ અને મરવુ બંને મોંઘુ પડશે

મોંઘવારીનો બુસ્‍ટર ડોઝ... પેન્‍સિલ છોલવાના સંચાથી લઈને સ્‍મશાનગળહની સેવાઓના ભાવ વધ્‍યાઃ દહીં, છાશ અને લસ્‍સીના ભાવ પણ વધી ગયા : બેન્‍કો જે ચેકબૂક ઈશ્‍યૂ કરે તેના પર પણ ૧૮ ટકા GST લાગશેઃ રોપવેથી લોકોના પરિવહન પરનો ટેક્‍સ ૧૮ ટકાથી ઘટીને ૫ ટકા થશેઃ રૂ. ૫,૦૦૦થી વધારે ભાડું ધરાવતા હોસ્‍પિટલ રૂમ પર ૫ ટકા GST

નવી દિલ્‍હી, તા.૧૮: GSTના નવા રેટ આજથી લાગુ થઈ ગયા છે. પહેલેથી ભયંકર મોંઘવારીમાં પીસાતા ગ્રાહકોએ હવે વધુ ભાવવધારો સહન કરવાની તૈયારી રાખવી પડશે. GST કાઉન્‍સિલે તાજેતરમાં લીધેલા નિર્ણય આજથી અમલમાં આવે છે જેના કારણે અમુક ચીજો પર ટેક્‍સ ઓછો પણ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્‍યક્ષપદ હેઠળ ગયા મહિને GST કાઉન્‍સિલે અમુક પ્રોડક્‍ટ પર જીએસટી લાદવાનો નિર્ણય લીધો હતો. તેમાં હોસ્‍પિટલના બેડને પણ ઉંચા જીએસટી હેઠળ આવરી લેવાયા છે.

સૌથી પહેલા કઈ ચીજો

મોંઘી થશે તે જાણી લઈએઃ

પ્રિ-પેક્‍ડ અને લેબલ્‍ડ ફૂડ આઈટમ પર ૫ ટકા GST લાગશે. ઉદા. લોટ, પનીર અને દહીં.

- રૂ. ૫,૦૦૦થી વધારે ભાડું ધરાવતા હોસ્‍પિટલ રૂમ પર ૫ ટકા GST.

- નકશા અને ચાર્ટ પર ૧૨ ટકા GST લાગશે. તેમાં એટલાસ પણ સામેલ છે.

- ટેટ્રા પેક પર ૧૮ ટકા GST લાગશે.

- બેન્‍કો જે ચેકબૂક ઈશ્‍યૂ કરે તેના પર પણ ૧૮ ટકા GST લાગશે.

- -ન્‍ટિગિં, રાઈટિંગ, ડ્રોઇંગ ઈન્‍ક જેવી પ્રોડક્‍ટ, કટિંગ બ્‍લેડ સાથેના ચપ્‍પુ, પેપર કાપવાના ચપ્‍પુ, પેન્‍સિલ છોલવાના સંચા, GST લેમ્‍પ, ડ્રોઇંગ અને ર્માકિંગ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ પર ૧૨ ટકાના બદલે ૧૮ ટકા GST લાગશે.

- સોલર વોટર હીટર પર હાલમાં ૫ ટકા GST છે જે વધીને ૧૨ ટકા થયો.

- રોડ, પુલ, રેલવે, મેટ્રો, ગંદા પાણીના ટ્રીટમેન્‍ટ માટેના પ્‍લાન્‍ટ, સ્‍મશાનગળહ પર પણ ૧૨ ટકાના બદલે ૧૮ ટકા GST લાગશે.

- ઇલેક્‍ટ્રિક પંપ (મુખ્‍યત્‍વે પાણી કાઢવા માટે વપરાતા હોય), ડીપ ટયુબવેલ ટર્બાઇન પંપ, સબમર્સિબલ પંપ, સાયકલ પંપ પર ૧૮ ટકા GST રહેશે.

- અનાજની સફાઈ, કઠોળનું ગ્રેડિંગ, બીજના ઉપયોગ માટે મશીનો, ઘંટી ઉદ્યોગ અથવા અનાજ પ્રક્રિયા માટે મશીનરી, પવન ચક્કી, હવા આધારિત લોટ ચક્કી, વેટ ગ્રાઇન્‍ડર પર ૧૮ ટકા જીએસટી

- ઇંડા, ફળ અથવા અન્‍ય કળષિ ઉત્‍પાદનો અને તેની સફાઈ, વર્ગીકરણ અથવા ગ્રેડિંગ માટે વપરાતા મશીનો પર પણ ૧૮ ટકાનો દર રહેશે.

હવે કઈ વસ્‍તુઓ સસ્‍તી થશે તે જાણીએઃ

- રોપવેથી લોકોના પરિવહન પરનો ટેક્‍સ ૧૮ ટકાથી ઘટીને ૫ ટકા થશે.

- ઓસ્‍ટોમી એપ્‍લાયન્‍સિસ પરનો ટેક્‍સ ૫ ટકા થશે.

- ડીઝલનો ખર્ચ સામેલ હોય તે રીતે ટ્રક અથવા ગુડ્‍સ કેરિયર ભાડે આપવા પર ૧૮ ટકાના બદલે ૧૨ ટકા ટેક્‍સ લાગશે.

- નોર્થ ઈસ્‍ટના રાજ્‍યોમાં હવાઈમાર્ગે પેસેન્‍જરોને લઈ જવા પર જીએસટીમાં માફી મળશે. જોકે, આ માફી માત્ર ઈકોનોમી ક્‍લાસ પૂરતી મર્યાદિત હશે.

- બેટરી પેક સાથેના અથવા બેટરી પેક વગરના ઈલેક્‍ટ્રિક વ્‍હીકલ્‍સ પર ૫ ટકાના રાહત દરે GST લાગુ થશે.

(12:00 am IST)