Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

નવી તસ્‍વીર... લઘુમતીઓમાં મુસ્‍લિમ ૭૩ ટકાથી વધુ : ઓફિસરો - કલાર્કની નોકરીમાં ખ્રિસ્‍તી વધુ

રાષ્‍ટ્રીયકૃત બેંકોમાં મુસ્‍લિમ સમુદાયમાંથી ૮,૧૨૮ અધિકારીઓ કાર્યરત છે, જેમાં લઘુમતીઓમાં સૌથી વધુ ૭૩.૫૭ ટકા હિસ્‍સો છે : ત્રીજા ક્રમે શીખ અધિકારીઓની સંખ્‍યા ૬,૯૭૨ છે

નવી દિલ્‍હી તા. ૧૯ : દેશમાં હિંદુ-મુસ્‍લિમના અવિરત રાજકારણ વચ્‍ચે એક નવું ચિત્ર સામે આવ્‍યું છે. દેશની લઘુમતી વસ્‍તીમાં લગભગ બે તૃતીયાંશ મુસ્‍લિમો છે. જો કે, સરકારી બેંકોમાં મોટા હોદ્દાઓ પર મુસ્‍લિમો કરતાં ઓછી સંખ્‍યા ધરાવતા ખ્રિસ્‍તીઓનું વર્ચસ્‍વ છે. બેંકોમાં લઘુમતી અધિકારીઓની ૩૩,૫૨૭ પોસ્‍ટમાંથી ૧૩,૭૭૧ ખ્રિસ્‍તીઓ છે.

લઘુમતી કલ્‍યાણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે મંત્રાલયને સરકારી નોકરીઓમાં કામ કરતા લઘુમતી કર્મચારીઓની માહિતી એકત્રિત કરવા માટે કહેવામાં આવ્‍યું હતું. આ અંતર્ગત વિવિધ લઘુમતી જૂથો અનુસાર કામ કરતા કર્મચારીઓની વિગતો ઉપલબ્‍ધ કરાવવાની હતી.

આ માહિતી અધિકારીઓ, ક્‍લાર્ક અને સબ સ્‍ટાફના રૂપમાં અલગથી માંગવામાં આવી હતી. કેન્‍દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્‍શન મંત્રાલય (DoPT) એ કહ્યું કે તે ધાર્મિક આધાર પર કર્મચારીઓની માહિતી રાખતું નથી. જો કે, નાણાકીય સેવા વિભાગે બેંકોમાં કામ કરતા લઘુમતી કર્મચારીઓની વિગતો પૂરી પાડી હતી.

માહિતી અનુસાર, રાષ્ટ્રીયકૃત બેંકોમાં મુસ્‍લિમ સમુદાયમાંથી ૮,૧૨૮ અધિકારીઓ કાર્યરત છે, જેમાં લઘુમતીઓમાં સૌથી વધુ ૭૩.૫૭ ટકા હિસ્‍સો છે. ત્રીજા ક્રમે શીખ અધિકારીઓની સંખ્‍યા ૬,૯૭૨ છે.

બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્‍ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયા, કેનેરા બેંક, ઈન્‍ડિયન બેંક, ઈન્‍ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્‍ડ સિંધ બેંક, સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા, યુકો બેંક, યુનિયન બેંક ઓફ ઈન્‍ડિયા.

(10:57 am IST)