Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

સંસદમાં બોમ્બ ફેંકનાર વ્યક્તિને તમે શું કહેશો? : ભગતસિંહને 'આતંકવાદી' કહેવામાં મક્કમ સિમરનજીત સિંહ માન : શીખો માટે અલગ દેશના સમર્થક શિરોમણી અકાલી દળના નેતા અને સાંસદ સિમરનજીત સિંહ માનનું મંતવ્ય

અમૃતસર : શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના વડા સિમરનજીત સિંહ માનએ કહ્યું, 'સિખો માટે અલગ દેશ હોવો જોઈએ. ખાલિસ્તાન પરમાણુ સશસ્ત્ર દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે 'બફર સ્ટેટ' તરીકે કામ કરશે.

સિમરનજીત સિંહ માન ભગતસિંહને 'આતંકવાદી' કહેવાથી ડરતા નથી, તથા  શીખો માટે અલગ દેશ ઈચ્છે છે.

શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના વડા અને પંજાબના સંગરુરના સાંસદ સિમરનજીત સિંહ માનને સોમવારે સ્વતંત્રતા સેનાની ભગત સિંહને "આતંકવાદી" તરીકે વર્ણવતી તેમની ટિપ્પણીનો "બચાવ" કર્યો અને કહ્યું કે "સિખો માટે અલગ દેશ" હોવો જોઈએ. ગયા મહિને યોજાયેલી પેટાચૂંટણીમાં સંગરુર સીટ પરથી જીત્યા બાદ, માને લોકસભા સ્પીકર ઓમ બિરલાની ચેમ્બરમાં બંધારણના નામે શપથ લીધા અને દેશની ગરિમા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાનું વચન આપ્યું. માને કહ્યું કે તેમણે લોકસભાના સ્પીકરને વિનંતી કરી છે કે તેઓ તેમને વિદેશ અને સંરક્ષણ પર સંસદની સ્થાયી સમિતિના સભ્ય બનાવે.

સંસદમાંથી બહાર આવ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા માનએ ભગત સિંહ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો બચાવ કર્યો હતો. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે માનએ કહ્યું, 'ભગત સિંહે એક યુવાન, બ્રિટિશ નેવલ ઓફિસરની હત્યા કરી હતી. તેણે એક અમૃતધારી શીખ કોન્સ્ટેબલની હત્યા કરી હતી. સંસદમાં બોમ્બ ફેંકનાર વ્યક્તિને તમે શું કહેશો? મને કહો, તમે તેમને શું કહેશો?'. તેવી દલીલ કરી હોવાનું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:12 am IST)