Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

રહેણાંક ભાડા પર ૧૮% જીએસટી ચૂકવવો પડશે

મુંબઈ તા. ૧૯ : કેન્‍દ્ર સરકારે ગૂડ્‍સ એન્‍ડ સર્વિસીસ ટેક્‍સ (જીએસટી)ના નિયમોમાં કરેલા ફેરફારો મુજબ, લોકોએ માત્ર રસોડામાં વપરાતી ચીજવસ્‍તુઓ પર જ વધારે ટેક્‍સ ચૂકવવો પડશે એટલું જ નહીં, પણ ભાડાની રકમ પણ વધારે ચૂકવવી પડશે.
નાણાં મંત્રાલયના રેવેન્‍યૂ વિભાગે દેશભરમાં રહેણાંક પ્રોપર્ટીઓના ભાડાની રકમ ઉપર ૧૮ ટકા જીએસટી લાગુ કર્યો છે, જે ૧૮ જુલાઈથી અમલમાં આવ્‍યો છે. આ નોટિફિકેશન મુજબ, ભાડુઆતે આ ટેક્‍સ ચૂકવવો આવશ્‍યક રહેશે જયારે પ્રોપર્ટીમાલિક કાનૂની જવાબદારીઓમાંથી બાકાત રહેશે.

 

(11:27 am IST)