Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

કોરોનાના ૧૫,૫૨૮ નવા કેસઃ ૨૫નાં મોત

દેશમાં અત્યાર સુધીમાં ૪,૩૭,૮૩,૦૬૨ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે

નવી દિલ્હી, તા.૧૯: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૫૨૮ નવા કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલની તુલનાએ ૮.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે.  છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૦૦.૩૩ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૩૭,૮૩,૦૬૨ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી ૫,૨૫,૭૮૫ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૩૧,૧૩,૬૨૩ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૬,૧૧૩ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૧,૪૩,૬૫૪એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા ૦.૩૩ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૪૭ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૨૦ ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૪,૬૮,૩૫૦ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૮૬.૯૮ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૩.૬૮ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૪.૨૬ ટકા છે.

દેશમાં અત્યાર સુધીમાં ૨,૦૦,૩૩,૫૫,૨૫૭ લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૨૭,૭૮,૦૧૩ લોકોને રસી આપવામાં આવી હતી.

(3:25 pm IST)