Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

કેરળમાં ચેકિંગના નામ પર હદ પારઃ વિદ્યાર્થીનીની બ્રા ઉતારાવતા થયો વિવાદ

આક્ષેપ કરવામાં આવ્યો છે કે માર્થોમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી સ્થિત પરીક્ષા સેન્ટર પર કડકાઈના નામ પર વિદ્યાર્થીનીના અન્ડરગાર્મેન્ટસ સુદ્ધા ઉતારાવ્યા હતા

કોચી, તા.૧૯: ફચ્ચ્વ્(નેશનલ એલેજિબિલિટિ કમ એન્ટ્રેન્સ ટેસ્ટ)ની પરીક્ષા દરમિયાન કેરળના કોલ્લમમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે માર્થોમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સ્થિત પરીક્ષા સેન્ટર પર કડકાઈના નામ પર વિદ્યાર્થીનીના અન્ડરગાર્મેન્ટ્સ સુદ્ધા ઉતારાવ્યા હતાં. આ સંબંધમાં વિદ્યાર્થીઓના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે, માર્થોમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીએ આ ઘટનાથી ઈન્કાર કર્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

વિદ્યાર્થીનીના પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ કહ્યું, 'મારી દિકરીને કહેવામાં આવ્યું કે બ્રાના મેટલનું હુક ડિટેકટરમાં ડિટેકટ થયું છે, તેથી તેણીએ તે ઉતારવી પડશે. આશરે ૯૦ ટકા વિદ્યાર્થીનીના અન્ડરગાર્મેન્ટ્સ ઉતારવામાં આવ્યા અને તેને સ્ટોર રુમમાં રાખવામાં આવ્યાં. જેને કારણે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીઓ માનસિક રુપે પરેશાન રહી હતી.

અન્ય એક વિદ્યાર્થીના પિતાએ કહ્યું,  'મારી પુત્રીને કહેવામાં આવ્યું કે તમે પરીક્ષામાં ડ્રેસ કોડનું પાલન કર્યુ નથી, તમારે બ્રા ઉતારવી પડશે. જો તમે આવું નહીં કરો તો તમને પરીક્ષા ખંડમાં બેસવા દેવામાં આવશે નહીં. કેટલીક અન્ય વિદ્યાર્થીનીઓને પણ આવું કરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાંથી કેટલીક વિદ્યાર્થીનીઓ રડવા લાગી હતી.ૅ જણાવી દઈએ કે, માર્થોમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં ફચ્ચ્વ્ની પરીક્ષા લેવામાં આવી હતી અને આ ઘટના ૧૭ જુલાઈની કહેવાય છે.

અન્ય એક કિસ્સામાં હિજાબ પહેરેલી ચાર મુસ્લિમ યુવતીઓ રાજસ્થાનના કોટા સ્થિત મોદી કોલેજ સેન્ટરમાં પહોંચી હતી. તેઓને પોલીસે ગેટ પર જ અટકાવ્યા હતા. યુવતીઓએ હિજાબ ઉતારવાની ના પાડી. પોલીસને સમજાવતાં તેણે ડ્રેસ કોડનો ઉલ્લેખ કર્યો. તેમ છતાં તેણી સંમત ન હતી. તેના પરિવારના સભ્યો પણ મક્કમ હતા. આ પછી, તેણી પાસેથી લેખિતમાં લેવામાં આવ્યું હતું કે પરીક્ષા અંગેના કોઈપણ નિર્ણય માટે તે પોતે જ જવાબદાર રહેશે.

જોકે, વહીવટીતંત્રે આ ઘટનાની પુષ્ટિ કરી નથી. ખ્લ્ત્ ગીતા દેવીએ જણાવ્યું કે પોલીસે ગેટની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. કેટલાક વિદ્યાર્થીઓએ સંપૂર્ણ કપડા પહેર્યા હતા, તેમને કડક તપાસ બાદ અંદર જવા દેવામાં આવ્યા હતા. હિજાબ પહેરેલી છોકરીઓને સાઈડમાં રાખવામાં આવી હતી. પરીક્ષા ખંડમાં એન્ટ્રી પહેલા તમામની તલાશી લેવામાં આવી હતી.

(3:29 pm IST)