Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

મોંઘવારી મામલે સરકાર ઝુકીઃ ચોખા, લોટ અને દાળ સહિત ૧૪ ચીજો પર શરતને આધીન નહીં લાગે જીએસટી

નાણામંત્રી સીતારામને ટ્‍વિટ કરી આપી માહિતીઃ શરત જો ખુલ્લામાં ખરીદશો તો જ લાગુ પડશે

નવી દિલ્‍હીઃ ૧૮ જુલાઇથી દેશમાં ખાવા-પીવાની અનેક ચીજો પર જીએસટી લાગુ થઇ ગયો છે એવામાં તમારે ખાવા-પીવાની બ્રાન્‍ડેડ અને પેકીંગ સામાનવાળી દાળ, લોટ, ચોખા, દહીં અને લસ્‍સી જેવી ચીજો પર જીએસટી લાગુ થઇ ગયો છે, પરંતુ આજે નાણામંત્રી સીતારામને જણાવ્‍યું છે કે, ૧૪ આઇટમ પર ટેક્‍સ નહીં લાગે પરંતુ શરત એ છે કે તમારે તે ખુલ્લામાં ખરીદવી પડશે.
એક ટ્‍વિટ થકી માહિતી આપતા નાણામંત્રીએ આ ૧૪ ચીજોની યાદી જાહેર કરતા સ્‍પષ્‍ટ કર્યુ હતું કે, જો આ યાદીમાં સામેલ ચીજવસ્‍તુઓને ખુલ્લામાં, પેકીંગ વગર કે લેબલ વગર ખરીદવામાં આવે તો આ સામાન પર જીએસટીથી છૂટ મળશે.
આ ચીજવસ્‍તુઓમાં દાળ, ઘઉં, રાઇ, ઓટ્‍સ, મકાઇ, ચોખા, લોટ, રવો, બેસન, દહીં અને લસ્‍સીનો સમાવેશ થાય છે.

 

(4:17 pm IST)