Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ભાજપ સાથે ગઠબંધન કરવા પ્રયાસ કરો :ઉદ્ધવ ઠાકરેએ આપ્યો હતો આદેશ : શિંદે જૂથના સાંસદનો મોટો ખુલાસો

રાહુલ શેવાલેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ પોતે જ સાંસદોને ભાજપ સાથે ગઠબંધન કરવા સૂચના આપી:આ અંગે ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે એક કલાક લાંબી ચર્ચા પણ કરી પરંતુ સાંસદ સંજય રાઉતના કારણે રમત બગડી ગઈ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથમાંથી શિંદે જૂથમાં સામેલ થયેલા 12 સાંસદોમાંથી એક રાહુલ શેવાલેએ સ્ફોટક ખુલાસો કર્યો હતો. રાહુલ શેવાલેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ પોતે જ સાંસદોને ભાજપ સાથે ગઠબંધન કરવા સૂચના આપી હતી. આ અંગે ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે એક કલાક લાંબી ચર્ચા પણ કરી હતી. પરંતુ સાંસદ સંજય રાઉતના કારણે રમત બગડી ગઈ અને ભાજપ સાથે ગઠબંધન થઈ શક્યું નહીં. રાહુલ શેવાલેએ કહ્યું, ઉદ્ધવ ઠાકરેએ અમને કહ્યું કે મેં મારી રીતે પ્રયાસ કર્યો છે. હવે તમે પણ પ્રયાસ કરો. પરંતુ સંજય રાઉતે મહા વિકાસ અઘાડી તૈયાર કરવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું, જે કોઈ આ અંગે વિસ્ફોટક ખુલાસો કરવાનો દાવો કરી રહ્યો છે, હું તેનું નામ નહીં લઉં. પરંતુ પીએમ મોદીએ આ વાત ઉદ્ધવ ઠાકરેને કહી હશે. આ અંગે મેં ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી હતી. અમારે માત્ર જોડાણ કરવાનું હતું. પરંતુ ગઠબંધન તૂટવા માટે શિવસેના જવાબદાર નથી. ભાજપ સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને ભાજપને પાઠ ભણાવવા માટે મહા વિકાસ અઘાડીની રચના કરવામાં આવી હતી. ભાજપે શિવસેના પર મહા વિકાસ અઘાડી લાદી હતી.

સંજય રાઉતે કહ્યું, 2019માં ભાજપે આપેલું વચન તોડ્યું. અમે શું કરીએ? એકનાથ શિંદેએ ભાજપને મૂંઝવી નાખ્યું છે. ઠાકરે વારંવાર કહેતા હતા કે શિંદે અમારા સીએમ હશે. ઉદ્ધવ ઠાકરેએ તેમને શું નથી આપ્યું? આ સાંસદોએ ઉદ્ધવ ઠાકરેને NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા કહ્યું હતું. અમે શિવસેનામાં જ રહીશું. આજે શું થયું? શિંદે જૂથ નથી, ગટર છે. આજ સુધી જે કંઈ પણ પ્રાપ્ત થયું છે તે શિવસેનાના ચાર અક્ષરોના કારણે મળ્યુ છે.

(9:34 pm IST)