Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

હવે પછી એક અઠવાડિયા સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં સારો વરસાદ જોવા મળશે: મધ્ય ભારતમાં ભારે વરસાદ પડશે: સ્કાયમેટ

જાણીતી વેધર સાઇટ સ્કાયમેટના છેલ્લામાં છેલ્લા વર્તારા મુજબ અત્યાર સુધીમાં જુલાઈના મહિનામાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે, હવે  આ રાજ્યોનો ઇન્તઝાર પૂરો થવામાં છે અને વરસાદની ગતિવિધિ શરૂ થઈ જશે જે આ  મહિનાના અંત સુધી ચાલુ રહેશે.
સ્કાયમેટ જણાવે છે કે મધ્ય ભારતમાં ભારે વરસાદની ગતિવિધિ જોવા મળશે. જેમાં વિદર્ભ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પૂર્વી રાજસ્થાન તથા કોંકણ અને ગોવાના વિસ્તારો સામેલ રહેશે.
દિલ્હી સહિત પંજાબ અને હરિયાણામાં પણ વરસાદ હવે શરૂ થઈ જશે જે આગામી કેટલાય દિવસો સુધી ચાલુ રહેશે. પહાડો ઉપર પણ મુશળધાર વરસાદ પડી શકે છે તેમ સ્કાયમેટ તેના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પ્રસિદ્ધ થયેલા વર્તારામાં જણાવે છે

(10:28 pm IST)