Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ઝારખંડ CM હેમંત સોરેનના ખાસ પંકજ મિશ્રાની EDએ ધરપકડ કરીમિશ્રાના બેંક ખાતામાંથી મળેલા 36 કરોડ સીઝ કરાયા

ગેરકાયદે ખનન મામલે મિશ્રાની ધરપકડ અગાઉ EDએ 19 ઠેકાણે સર્ચ ઑપરેશન

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજકીય સહાયક પંકજ મિશ્રાની પ્રવર્તન નિર્દેશાલયે ધરપકડ કરી છે. અગાઉ EDએ આ મામલે સાહેબગંજ સહિત અન્ય વિસ્તારોમાંથી 36 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા.

આ પૈસા પંકજ મિશ્રા અને તેમના સહયોગીઓની ખાતામાં હતા.

આ ધરપકડ ગેરકાયદે ખનન સાથે સંકળાયેલો છે. EDએ અગાઉ PMLA એક્ટ, 2002 અંતર્ગત હેમંત સોરેનના રાજકીય સહાયક પંકજ મિશ્રા, દાહુ યાદવ અને તેમના સહયોગીઓના 37 બેંક ખાતાઓમાંથી 11.88 કરોડ રૂપિયા સીઝ કર્યા હતા. અગાઉ EDએ સાહિબગંજ, બરહેટ, રાજમહલ, મિર્ઝા ચોકી અને બરહરવામાં 19 ઠેકાણે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતુ. જેમાં 5.34 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી હતી.

ઈડીની ટીમે પંકજ મિશ્રાને સતત બે વખત સમન્સ પાઠવ્યું હતુ, પરંતુ સ્વાસ્થ્યનું કારણ આપીને તેઓ EDની કચેરીએ આવવાનું ટાળતા હતા. આજે પંકજ મિશ્રા સવારે 11 વાગ્યે ઈડી કાર્યાલય પહોંચ્યા, જ્યાં તેમની સાથે એક થેલામાં ડોક્યુમેન્ટ પણ હતા.

અગાઉ મે-2022માં EDએ મનરેગા કૌભાંડ સાથે સંકળાયેલા 36 ઠેકાણે સર્ચ હાથ ધર્યું હતુ. જેમાં 19.76 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. જે ઠેકાણેથી આ રોકડ મળી, તેમાં IAS પૂજા સિંઘલ સંકળાયેલા સ્થળો પણ સામેલ હતા.

(10:39 pm IST)