Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા માટે આપણે એક થઈને આગળ વધવું પડશેઃ આ પ્રજાસત્તાક દિવસ અમૃત મહોત્સવને કારણે ખૂબ જ ખાસ છેઃ દેશવાસીઓને ગણતંત્ર દિવસની પાઠવી શુભેચ્છા પાઠવતા નરેન્‍દ્રભાઇ મોદી

તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, બંધારણ ઘડનારાઓ અને બહાદુર સૈનિકોને સલામ કરું છુઃગૃહમંત્રી અમિત શાહ

નવી દિલ્‍હીઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમએ કહ્યું કે આ વર્ષનો ગણતંત્ર દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ સાથે પીએમએ દેશવાસીઓને એક થવાની અપીલ પણ કરી હતી.

ટ્વીટ કરીને પીએમએ પ્રજાસત્તાક દિવસ પર લોકોને અભિનંદન સંદેશ આપ્યો. પીએમએ કહ્યું કે દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા માટે આપણે એક થઈને આગળ વધવું પડશે. પીએમએ કહ્યું કે આ પ્રજાસત્તાક દિવસ અમૃત મહોત્સવને કારણે ખૂબ જ ખાસ છે.

ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. શાહે કહ્યું કે હું તે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, બંધારણ ઘડનારાઓ અને બહાદુર સૈનિકોને સલામ કરું છું જેમણે આઝાદી મેળવવા, દેશને મજબૂત કરવા અને તેની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.

(11:39 am IST)