Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમેરિકાની રક્ષા માટે વધુ 4 વર્ષ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ જરૂર છે : વાઇસ પ્રેસિડન્ટ પદના રિપબ્લિકન ઉમેદવાર માઈક પેન્સનું રાષ્ટ્રીય અધિવેશનમાં ઉદબોધન

વોશિંગટન : રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશમાં ત્રીજા દિવસે વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર 61 વર્ષીય માઈક પેંસએ  ઉમેદવારી પત્રક ભર્યું હતું .આ તકે તેમણે જણાવ્યું હતું કે અમેરિકાની રક્ષા માટે વધુ  4 વર્ષ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ જરૂર છે .
           તેમણે કહ્યું હતું કે વર્તમાન સમય પડકાર રૂપ છે.તેવા સંજોગોમાં દુશ્મનને હરાવવા અને દેશની લોકશાહીને બચાવવા ટ્રમ્પ જેવા પ્રેસિડન્ટ જરૂરી છે.જેના ઉપર અમેરિકાના નાગરિકોને ભરોસો છે.
           ઉલ્લેખનીય છે કે નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન વચ્ચે સ્પર્ધા છે.જયારે વાઇસ પ્રેસિડન્ટ પદ માટે રિપબ્લિકન માઈક પેંસ અને ડેમોક્રેટ ઉમેદવાર ભારતીય મૂળના સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસ વચ્ચે સ્પર્ધા છે.

(7:23 pm IST)