Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

શરીરમાં 'પરમાત્માનો અંશ' ગણાતા આત્માનું પણ ચોક્કસ વજન હોય છે

વિજ્ઞાન જે વસ્તુનું અસ્તિત્વ સ્વીકારતું જ નથી તે આત્માના અસ્તિત્વને એક વૈજ્ઞાનિકે પ્રમાણિત કર્યુ હતું અને આજથી ૧૦૦ વર્ષ અગાઉ તેનું વજન પણ માપી લીધુ હતું

નવી દિલ્હી, તા.૨૮: આત્મા જયારે શરીરનો સાથ છોડી દે છે ત્યારે શરીરનું વજન જેટલું ઓછું થઈ જાય છે તે જ તે આત્માનું વજન હોય છે. જે આ શરીરને છોડીને જતી રહી હોય છે. આ સિદ્ઘાંતને પ્રયોગનું સ્વરૂપ આપીને એક વૈજ્ઞાનિકે આત્માનું વજન કાયદેસર માપી લીધુ અને આ પ્રકારે વિજ્ઞાનને આપ્યો એક ગ્રાન્ડ યુટર્ન. વિજ્ઞાન જે વસ્તુનું અસ્તિત્વ સ્વીકારતું જ નથી તે આત્માના અસ્તિત્વને એક વૈજ્ઞાનિકે પ્રમાણિત કર્યું હતું અને આજથી ૧૦૦ વર્ષ અગાઉ તેનું વજન પણ માપી લીધુ હતું.

ઈજિપ્તમાં માને છે કે સારા કર્મ કરનારા માણસની આત્માનું વજન એક પાંખ બરાબર હોય છે અને તેને ઓસિરિસના સ્વર્ગમાં હંમેશા માટે જગ્યા મળે છે. ઈજિપ્તની આ માન્યતા ૧૧૩ વર્ષ પહેલા ૧૯૦૭માં 'જર્નલ ઓફ ધ અમેરિકન સોસાયટી ફોર સાઈકિક રીસર્ચ'માં છપાયેલા એક અભ્યાસ સાથે છપાઈ હતી. આ અભ્યાસનું નામ હતું 'હાઇપોથેસિસઓન ધ સબસ્ટેન્સ ઓફ ધ સોલ અલોન્ગ વિથ એકસપરિમેન્ટલ એવિડન્સ ફોર ધ એકિઝસ્ટન્સ ઓફ સેડ સબ્જેકટ' જેમાં માનવીના મૃત્યુ બાદ તેની આત્મા સંબંધિત પ્રયોગ પર વિચાર કરવામાં આવ્યો હતો.

આ અભ્યાસના માધ્યમથી એ વાત પણ સામે આવી કે વાસ્તવમનાં એક આત્મા નામનું તત્વ માનવીના શરીરમાં હોય છે જેનું એક વજન પણ હોય છે. આ અભ્યાસમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું કે ડોકટરોને લાગે છે કે આત્માનું એક નિશ્યિત વજન હોય છે. એ વાતની પુષ્ટિ હેતુ ડોકટર ડંકન મેકડોગલ નામના એક ફિઝિશિયનના પ્રયોગની પણ જાણકારી આ અભ્યાસમાં આપવામાં આવી.

ડોકટર ડંકન ચીનથી ૧૦૦ વર્ષ પહેલા બનેલા એક ત્રાજવાને લઈ આવ્યાં હતાં. પોતાની હોસ્પિટલમાં વજન માપવાનું મશીન જોઈને તેમણે વિચાર્યું કે માણસના આત્માનું વજન માપીએ. ત્યારબાદ તેમણે ગંભીર રીતે બીમાર લોકોને આ ખાસ ત્રાજવા સાથે જોડાયેલા બેડ પર સૂવાડીને તેમની મૃત્યુ સમયે તેઓનું ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું શરૂ કર્યું. તેમણે જાણ્યું કે મરતી વખતે જયારે શરીર નિષ્ક્રિય થઈ જાય છે તે જ ક્ષણે મૃત શરીરનું વજન થોડું ઓછું થઈ જાય છે અને લાગે છે કે શરીરમાંથી કઈંક બહાર નીકળી ગયું છે. તેમણે આ તત્વને આત્મા ગણાવ્યું અને કહ્યું કે શરીરનું વજન ૨૧ ગ્રામ ઓછું થાય છે. એટલે કે આત્મા ૨૧ ગ્રામની હોય છે.

(3:36 pm IST)