Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

મેટ્રો શહેરના ૪ કરોડ લારી ગલ્લાવાળાઓ પર તોળાતું સંકટ

દેશના ટોચના શહેરોમાં કોરોનાએ રોજનું લઈને રોજ ખાનારા નાના લારી, ગલ્લા ધારકોની કમર તોડી નાંખી : ૮૦% નાના ધંધાર્થીઓને ધંધો શરુ થઇ શકયો નથીઃ હોકર્સ સંગ્રામ કમિટીના નેતા શકિતમાન ઘોષે ઉઠાવ્યો અવાજ

રાજકોટ, તા.૨૮: કોરોનાની ઙ્ગમાર આખા વિશ્વને પડી રહી છે તેવામાં સધ્ધર લોકોને પણ અત્યારે ઘર ચલાવવામાં મુશ્કેલી આવી રહી છે તેવામાં જે લોકો રોજનું કમાઈને રોજ જમનારા છે તે લોકો માટે અતિ કપરો સમય ચાલી રહ્યો છે. કોરોના સંક્રમણની ગતિ જેમ વધી તેમ આવા નાના વેપારીની સ્થિતિ બગડતી ગઈ છે. લોકડાઉન સમયથી જ આવા લારી ગલ્લા વાળા વેપારીઓ માટે જાણે મારવાના દિવસો જ આવ્યા હોય તેવી સ્થિતિ હતી. દેશના મહાનગરો અમદાવાદ, કલકત્તા, મુંબઈ, દિલ્હી, જેવા શહેરોમાં ફૂટપાથ પાર બેસીને વેપાર કરતા લોકો માટે આજે ધંધા રોજગાર બંધ છે ત્યારે નાના વેપારીઓ પોતપોતાના ગામડે પાછા જઈ રહ્યા છે અને ત્યાં જ કોઈ નાનું મોટું કામ કરીને રોજી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લોકડાઉન પછી પણ જે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે પણ આવા નાના ધંધાર્થીઓ માટે બહુ જજો ફેર પડ્યો હોય તેવું નથી લાગતું, લોકોમાં ખરીદીની વૃત્તિ ઓછી થઇ છે આથી આવા લારી વાળના ધંધા સાવ બંધ હાલતમાં જ કહી શકાય એમ છે. છેલ્લા ૫ મહિનાથી આ જ સ્થિતિ હોવાના લીધે લોકોની બચત પણ હવે ખાલી થઇ ગઈ છે. જેની પાસે થોડી રકમ બચી છે તો તેવા લોકોને આજે માલની અછત વર્તાઈ રહી છે.

લોકો ઉપર આધારીત વ્યવસાય બંધઃ

કેન્દ્રીય આવાસ અને શહેરી ગરીબી મંત્રાલયના સર્વે મુજબ ૧૯૯૭માં દેશમાં રેકડી ગલ્લાના ધંધાર્થીઓની સંખ્યા અંદાજે ૧ કરોડ હતી. વર્તમાન સ્થિતિમાં આજે આ સંખ્યા વધીને ૪ કરોડ સુધી પહોંચી છે જેમાંથી ૨.૭૫ કરોડ શહેરી વિસ્તારોમાં આ પ્રકારના નાના વેપારીઓ છે. બાકી ગામડાની વાત કરવામાં આવે તો ત્યાં ફૂટપાથ ઉપ્પર બેસીને ધંધો કરવાવાળા લોકોની સંખ્યા જેટલી છે ગતે બધાની હાલત અત્યંત દયનિય છે. આ ધંધાના લોકો ઘરના અનાજને પણ પુરા કરી શકતા નથી.

સરકારને લખાયો પત્ર

૮૦% દુકાનો હજુ ખુલી નથી કેન્દ્ર સરકારે જે સહાયતાની વાત કરી છે તેનાથી નુકશાનીની ભરપાઈ થઇ શકતી નથી સરકાર ૫ હજાર રૂપિયા દરમહિને આપે તેવી રજુઆત કરવામાં આવી છે.

શકિતમાન ઘોષ, નેતા હોકર્સ સંગ્રામ કમિટી બધાની હાલત થઇ કફોડી

કેન્દ્રીય આવાસ અને શહેરી ગરીબી મંત્રાલય અનુસાર ૧૯૯૭માં મુંબઈમાં ૨ લાખ ૨૫ હજાર, દિલ્હીમાં ૪ લાખ ૫૦ હજાર, અમદાવાદમાં ૧ લાખ જેટલા રેંકડી ગલ્લાવાળા ધંધાર્થીઓ હતા. આ તમામની હાલત અત્યારે કફોડી બની છે.

(3:38 pm IST)