Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

તમારૂ પાનકાર્ડ ઓરિજીનલ છે કે નકલી ? તે ઘર બેઠા ઓનલાઇન કેવી રીતે ચેક કરવુ ? આ રહી વિગતો

નવી દિલ્હી: કોઇ પણ ફાઇનાશિયલ ટ્રાન્જેક્શન માટે પાન કાર્ડ સૌથી જરૂરી છે. પાન કાર્ડના દસ આંક દ્વારા તમે બેંક એકાઉન્ટ ખોલાવવા, પ્રોપર્ટી ખરીદવા, ગાડી ખરીદવા, આઇટીઆર ફાઇલ કરવા, 2 લાખ રૂપિયાથી વધારેની જ્વેલેરી ખરીદવા જેવી ઘણા કામો સરળતાથી કરી શકો છો. પરંતુ આજકાલ નકલી પાન કાર્ડના ઘણા કેસ સામે આવી રહ્યાં છે. એવામાં તમે પણ કોઇપણ ટ્રાન્જેક્શન કરતા પહેલા જાણી લો કે તમારું પાન કાર્ડ નકલી તો નથી. આવો અમે તમને જણાવીએ કે કેવીરીતે તમે પાન કાર્ડ નકલી છે કે ઓરીજન્લ તે ચેક કરી શકો છો.

IT ડિપાર્ટમેન્ટ જારી કરે છે પાન

ઇનકમ ટેક્સ વિભાગ તરફથી 10 અંકની એક ઓળખ સંખ્યા જારી કરાવમાં આવે છે. આ પરમેનેન્ટ એકાઉન્ટ નંબર કહે છે. પાન કાર્ડ અમારી ઓળખનું એક જરૂરી ડોક્યૂમેન્ટ છે. ખાસકરી નાણાકીય કેસમાં તેનો મોટો રોલ છે.

આ રીતે કરી શકો છો તમારી PANની ઓળખ

- સૌથી પહેલા તમારે ઇનકમ ટેક્સ વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જવું પડશે

- અહીં તમે સીધી રીતે ઉપર તરફ વેરીફાય યોર પેન ડિટેલ્સની લિંક પર ક્લિક કરવાનું રહેશે.

- ત્યારબાદ યૂઝર્સે તેના પાન કાર્ડની ડિટેલ ભરવાની રહેશે.

- તેમાં તમારે પાન નંબર, પાન કાર્ડ હોલ્ડરનું આખુ નામ, તેની જન્મ તારીખ અને વગેરે જાણકારી આપવાની રહેશે

- યોગ્ય જાણકારી ભર્યા બાદ પોર્ટલ પર મેસેજ આવશે કે, ભરેલી જાણકારી તમારા પાન કાર્ડથી મેચ કરે છે કે નહીં.

- આ પ્રકારે તમે સરળતાથી પાન કાર્ડની સત્યતાની ઓળખ લગાવી શકો છો.

વધી રહ્યા છે ખોટા કેસ

દેશભરમાં થયેલા લોકડાઉન બાદ નકલી પાન કાર્ડથી લોકો સાથે છેતરપીંડિ કરવામાં આવી રહી છે. એવામાં તમારા પાન કાર્ડની સત્યતાની જાણકારી હોવી સૌથી જરૂરી છે. દેશમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જારી કરવામાં આવેલા પાન કાર્ડની તપાસ કરવી જરૂરી છે.

(5:55 pm IST)