Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

દિલ્હી કોર્ટમાં શરજીલ ઇમામના જામીન મંજુર :2019ની સાલમાં CAA અને NRC વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ રાજદ્રોહ કેસ નોંધાયો હતો : જોકે દિલ્હીમાં રમખાણો ફેલાવવા માટેના ષડયંત્રનો કેસ દિલ્હી હાઇકોર્ટમાં હજુ પેન્ડિંગ હોવાથી જેલમુક્ત નહીં થઇ શકે

ન્યુદિલ્હી : દિલ્હીની એક અદાલતે શુક્રવારે જેએનયુના વિદ્યાર્થી શરજીલ ઇમામને નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) વિરુદ્ધ કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ તેની સામે નોંધાયેલા રાજદ્રોહના કેસમાં જામીન આપ્યા હતા.

જો કે ઇમામ જેલમાં જ રહેશે કારણ કે તે દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં પણ મુખ્ય આરોપી છે.

ઇમામ વિરુદ્ધ 2019 માં દિલ્હીના જામિયા નગરમાં હિંસા ભડકાવવાના આરોપમાં તેમના ભાષણો માટે ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહની FIR નોંધવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, તેના ભાષણોથી વિસ્તારમાં હિંસા થઈ હતી અને તેના પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી) હેઠળ વિવિધ ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં જામીનની સુનાવણી દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે

(5:01 pm IST)