Gujarati News

Gujarati News

News of Saturday, 16th July 2022

11 સપ્ટેમ્બર 2022 રવિવારની તારીખ તમારી ડાયરીમાં નોંધી લેજો : અમેરિકામાં વલ્લ્ભધામ હવેલી કનેક્ટિકટના ઉપક્રમે નવરાત્રી તહેવાર નિમિત્તે દાંડીયા રાસ તથા ગરબાની રમઝટ : 10 હજાર લોકોનો સમાવેશ કરી શકતા ન્યુ બ્રિટનના ઓપન એર ફૂટબોલ ગ્રાઉન્ડમાં સાંજે 4 વાગ્યાથી સુવિખ્યાત ગરબા ગાયક શ્રી અતુલ પુરોહિત ખેલૈયાઓને મન મૂકીને ઘુમાવશે : વિનામૂલ્યે પાર્કિંગ તથા પ્રવેશની સગવડ સાથે ઉત્સવનો લાભ લેવા વૈષ્ણવ પરિવાર ઓફ કનેક્ટિકટનું આમંત્રણ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં વલ્લ્ભધામ હવેલી કનેક્ટિકટના ઉપક્રમે નવરાત્રી તહેવાર નિમિત્તે 11 સપ્ટેમ્બર 2022 રવિવારના રોજ નવરાત્રી ઉત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે.

10 હજાર લોકોનો સમાવેશ કરી શકતા ન્યુ બ્રિટનના ઓપન એર ફૂટબોલ ગ્રાઉન્ડમાં સાંજે 4 વાગ્યાથી સુવિખ્યાત ગરબા ગાયક શ્રી અતુલ પુરોહિત ખેલૈયાઓ મન મૂકીને ઘુમાવશે .જ્યાં વિનામૂલ્યે પાર્કિંગ તથા પ્રવેશની સગવડ રાખવામાં આવી છે.

ન્યુ બ્રિટન ફૂટબોલ સ્ટેડિયમ ,230 જ્હોન કાર્બોનિક વે ,ન્યુ બ્રિટન ,કનેક્ટીકટ મુકામે આયોજિત આ નવરાત્રી તહેવારની તારીખ તમારી ડાયરીમાં નોંધી લેશો.જે અંતર્ગત સપરિવાર મિત્રમંડળ સહીત ઉત્સવમાં જોડાવા વૈષ્ણવ પરિવાર ઓફ કનેક્ટિકટએ આમંત્રણ પાઠવ્યું છે.

વિશેષ માહિતી www.vpofct.org અથવા www.vallabhdham.org દ્વારા મેળવી શકાશે.

વલ્લભધામ  હવેલી રજીસ્ટર થયેલું ઓર્ગેનાઇઝેશન છે. જેને આપવામાં આવતું ડોનેશન ટેક્સ ફ્રી છે.

યુટ્યુબ ઉપર વલ્લભધામ હવેલી દ્વારા ઉજવાતા ઉત્સવોના વિડીયો તથા ફોટાઓ જોઈ શકાય છે.તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.
 

(12:39 pm IST)