Gujarati News

Gujarati News

News of Monday, 18th July 2022

' શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર ન્યુજર્સી ' ના ઉપક્રમે યુક્રેનના વર્તમાન કટોકટીથી પ્રભાવિત લોકો માટે એક લાખ ભોજન ડીશનું આયોજન કરાયું : આધ્યાત્મિક ગુરુ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી, ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સલ જનરલ શ્રી રણધીર જયસ્વાલ, શ્રી દિલીપ ચૌહાણ સહિતના અગ્રણીઓએ હાજરી આપી

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર ન્યુજર્સી ' ના ઉપક્રમે તાજેતરમાં પૂર્વીય યુરોપના યુક્રેનના વર્તમાન કટોકટીથી પ્રભાવિત પરિવારોને ટેકો આપવા માટે એક લાખ ભોજન ડીશનું આયોજનકરવામાં આવ્યું હતી. જે સૌથી મોટી મીલ પેકિંગ ઈવેન્ટ છે.

શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC), યુએસએ વૈશ્વિક નોનપ્રોફિટ સંસ્થાએ તેના સ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની હાજરીકોમ્યુનિટી સેવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આધ્યાત્મિક ગુરુ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી, જેઓ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) ના સ્થાપક છે, તેમની ઉપસ્થિતિમાં માનવતાવાદી રાહત પ્રસંગની ખૂબ જ અપેક્ષિત ઘટના બની હતી . પૂર્વ યુરોપ, યુક્રેનમાં વર્તમાન કટોકટીથી અનેક પરિવારો પ્રભાવિત છે. આ અસરગ્રસ્ત અને પરિવારોને ટેકો આપવા માટે 1,000 થી વધુ સમર્પિત સ્વયંસેવકો દ્વારા એક લાખ ભોજન પેક કરવામાં આવ્યું હતું.

આ તકે ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સલ જનરલ માનનીય શ્રી રણધીર જયસ્વાલ, પાર્સિપ્પની-ટ્રોય હિલ્સ શહેરના મેયર માનનીય જેમ્સ બાર્બેરિયો,  ડેપ્યુટી કમિશનર ઓફ એનવાયસી મેયર શ્રી દિલીપ ચૌહાણ, પ્રથમ પેઢીના યુક્રેનિયન અમેરિકન સુશ્રી ન્યુ જર્સી યુએસએ એલેક્ઝાન્ડ્રા લખમેન,સહિતનાઓ હાજર રહ્યા હતા.

પાર્સિપ્પની મેયર બાર્બેરિયોએ કહ્યું, તમે સમુદાયને ટેકો આપવા માટે કરો છો તેની સરખામણીમાં હું જે કરું છું તે ઓછું છે."

કોન્સ્યુલેટ જનરલ ન્યૂયોર્ક શ્રી રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "અહીંની ઉર્જા જોઈને હું ઉત્સાહિત છું જે માત્ર અહીંના લોકોને જ નહીં, પરંતુ વિશ્વભરના લોકોને પણ જોડે છે."

પ્રથમ પેઢીના યુક્રેનિયન અમેરિકને એલેક્ઝાન્ડ્રા લખમને કહ્યું, “તમારી સંસ્થા યુક્રેન માટે જે કરી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે. અમને ખોરાક આપવા બદલ આભાર, અમને સૌથી વધુ આશા આપવા બદલ આભાર, જેની સૌથી વધુ જરૂર હતી તેમને મદદ કરવા બદલ આભાર.

ન્યૂ યોર્ક મેયર એરિક એડમ્સના ડેપ્યુટી કમિશનર શ્રી દિલીપ ચૌહાણએ કહ્યું કે, SRLCના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલું માનવતાવાદી કાર્ય પ્રશંસનીય અને અદ્ભુત છે. ગુરુજી પ્રેમ અને શાંતિથી ભરપૂર છે, આજની ઘટના દરેક ન્યૂયોર્કર માટે SLAVIC સાથે એકતામાં ઊભા રહેવાની ઉત્તમ તક છે.જેઓ યુક્રેનના આક્રમણથી પ્રભાવિત થયા છે, તેમના માટે શ્રીમદ રાજચંદ્ર સંસ્થા દ્વારા લેવાયેલી સંભાળ અને પ્રેમ માટે તથા વધુ સારા, ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્યના નિર્માણ માટેના  અથાક પ્રયાસોને બિરદાવતા હું ગૌરવ અનુભવું છું.આગામી વર્ષોમાં પણ આપણે આપણા શહેરને મજબૂત કરવાનું ચાલુ રાખીશું. તેથી, હવે, હું એરિક એડમ્સ, ન્યુ યોર્ક શહેરના મેયર, વતી 15મી જુલાઈ, 2022 ને ન્યુયોર્ક શહેરમાં "શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર ડે તરીકે જાહેર કરું છું.

 

શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર એ સેવા પ્રદાન કરવા અને સમાજના વંચિત વર્ગના જીવનમાં આનંદ લાવવા માટેની વૈશ્વિક પહેલ છે. SRLC ફિલોસોફર અને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ રાજચંદ્રજીથી પ્રેરિત છે. SRLCની સ્થાપના વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક નેતા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી દ્વારા કરવામાં આવી છે. SRLC યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ સાથે વિશેષ સલાહકારનો દરજ્જો ભોગવે છે. SRLCના સર્વગ્રાહી, બહુ-પાંખીય સમુદાય સમર્થન અને વિકાસ કાર્યક્રમો અસલી સહાનુભૂતિ, પ્રેમ અને અત્યંત પ્રેરિત સ્વયંસેવકોની સંભાળ દ્વારા સંચાલિત છે. વર્તમાન પૂર્વીય યુરોપીય કટોકટીના પ્રતિભાવમાં, SRLC એ તેના કટોકટી રાહત સંભાળ કાર્યક્રમ હેઠળ સમુદાય સેવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

SRLCના સ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી નું સન્માન ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ દ્વારા કરવામાં આવ્યું છે. ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણ દ્વારા 15 જુલાઈ, 2022ને ન્યૂયોર્ક સિટીમાં “શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર ડે” તરીકે જાહેર કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મહેમાન તરીકે પાર્સિપ્પની મેયર બાર્બેરિયો, કોન્સ્યુલેટ જનરલ ન્યૂયોર્ક શ્રી રણધીર જયસ્વાલ, મેયરના ડેપ્યુટી કમિશનર શ્રી દિલીપ ચૌહાણ ,ન્યુયોર્ક મેયર માનનીય. એરિક એડમ્સ , AAPI પ્રમુખ શ્રી રવિ કોલ્લી સહિતનાઓ હાજર રહ્યા હતા. તેવું શ્રી રોઝ ન્યુયોર્ક દ્વારા જાણવા મળે છે.

 

(2:17 pm IST)