Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રાજકોટ સિવિલ હોસ્પિટલના ૨૦૦ રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર ઉંતર્યાઃ ઓપીડી-ઇમર્જન્સી સેવાથી અળગાઃ સુત્રોચ્ચાર ધરણા

પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ માટે નીટ લેવાયા બાદ હજુ સુધી પ્રવેશની કાર્યવાહી શરૂ નથી થઇ એ સહિતના પ્ર‘ો ઉંકેલવા માંગણી : મેડિકલ ઓફિસર અને ટ્યુટર્સને ફરજ પર મુકાયાઃ દર્દીઓને અગવડ નહિ પડેઃ તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી

રાજકોટ તા. ૮: દેશમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ માટે નીટ લેવાયા બાદ હજુ સુધી પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી ન હોઇ તેમજ સુપ્રિમ કોર્ટમા઼ રીટના કારણે આ કાર્યવાહી ક્યારે શરૂ થશે તે હજુ નક્કી ન હોઇ તેમજ રેસિડેન્ટ ડોક્ટર્સના અન્ય પણ પડતર મુદ્દા હોઇ આ મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇકાલ સાંજથી રેસિડેન્ટ ડોકટર્સ ઓપીડી ઇમર્જન્સી સહિતની કામગીરીથી અલિપ્ત થઇ ગયા હતાં અને હડતાલ શરૂ કરી હતી. દરમિયાન આજથી રાજકોટ સિવિલ હોસ્પિટલના ૨૦૦ રેસિડેન્ટ તબિબો પણ હડતાલ પર ઉંતરી જતાં ઓપીડી-ઇમર્જન્સીના દર્દીઓની હાલત કફોડી થવાનો ભય ઉંભો થયો હતો. જો કે અહિ બીજી વ્યવસ્થા ઉંભી કરી લેવામાં આવ્યાનું તબિબી અધિક્ષકશ્રીએ જણાવ્યું હતું.
આજથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી તથા ઇમર્જન્સી સેવાથી ૨૦૦ રેસિડેન્ટ ડોક્ટર્સ અલિપ્ત થઇ ગયા છે. આ અંગેની જાણ ગઇકાલે જ જેડીયુ (જુનિયર ડોક્ટર એસોસિએશન-પીડીયુ કોલેજ રાજકોટ) દ્વારા ડીનશ્રી તથા તબિબી અધિક્ષકશ્રીને કરવામાં આવી હતી.
તબિબોની માંગણી છે  કે રેસિડેન્ટ ડોક્ટર્સના પડતર મુદ્દાઓ માટે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં વારંવાર રજૂઆતો કરવા છતાં આજ સુધી કોઇ પગલા લેવાયા નથી. નેટ પીજી ૨૦૨૧ની કાઉંન્સેલિંગની પ્રક્રિયા વારંવાર પાછળ ઠેલવવાથી રેસિડેન્ટ ડોક્ટર્સની અછત ઉંભી થઇ છે. તેની પુરીતના ભાગરૂપે તાત્કાલીક ધોરણે જ્યાં સુધી નવા રેસિડેન્ટની ભરતી ન થાય ત્્યાં સુધી નોનએકેડેમિક જુનિયર રેસિડેન્ટ ડોક્ટરની ફાળવણી કરવા માંગણી છે. તેમજ નિમણુંક તબિબી અધિક્ષક હેઠળ હોસ્પિટલમાં કરવામાં આવે અને આ બાબતને લગતો પરીપત્ર કર્યાના દિવસથી જ અમલમાં મુકવામાં આવે.
એસઆર (સિનીયર રેસિડેન્ટ) શિપને બોન્ડેડ સમયગાળામાં ગણવામાં આવે. આ પધ્ધતિ ૨૦૧૮ની બેચ પુરતી માન્ય ગણવામાં આવેલ છે. આ પધ્ધતિ ખુબ જ કારગર સાબિત થઇ છે. જેનાથી કુશળ તબિબો સરકારને હોસ્પિટલમાં તથા ડિસ્ટ્રીક હોસ્પિટલમાં મળી શકે તેમ છે. આ પધ્ધતિને આવનારી બેચમાં પણ લાગુ કરવામાં આવે જેથી પ્રજા અને સરકારને કુશળ ડોક્ટરો મળી રહે.રજૂઆતમાં આગળ જણાવાયું છે કે યુ.જી. પી.જી. તથા સુપરસ્પેશિયાલિટી રેસિડેન્ટ  માટે સળંગ બોન્ડ પધ્ધતિ લાગુ કરવામાં આવે. બોન્ડેડ તબિબોની નિમણુંક તથા કામગીરીની ફાળવણી તેમની સ્પેશિયાલિટી પ્રમાણે કરવામાં આવે. આ તમામ  મુદ્દે વારંવાર રજૂઆતો છતાં ઉંકેલ આવ્યો નથી. આ કારણે રેસિડેન્ટ તબિબો દુઃખની લાગણી સાથે વિરોધ પ્રદર્શન કરવા જઇ રહ્યા છે. ૨૪ કલાકમાં સંતોષકારક જવાબ નહિ મળતાં અંતે આજ બુધવાર સવારથી રાજકોટ સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર ઉંતરી ગયા છે અને સુત્રોચ્ચાર તથા ધરણા ચાલુ કર્યા છે.
તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ કહ્યું હતું કે આ હડતાલથી દર્દીઓને કોઇ અગવડ ન પડે એ માટે ઇમર્જન્સી તેમજ ઓપીડીમાં ટ્યુટર, મેડિકલ ઓફિસરને ફરજ પર મુકી દેવામાં આવ્યા છે. જરૂર પડ્યે આરોગ્ય કેન્દ્રોના તબિબોને પણ ખાસ ફરજ પર બોલાવી શકાય તેમ છે.  

 

(11:32 am IST)