Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સાણથલીની મિરલબેન બોરીચાની સંઘર્ષગાથા

રાજકોટઃ તાજેતરમાં જGPSCદ્વારા પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષાનું પરીણામ આવતાંમુ.સાણથલી, તા.જસદણ,જી.રાજકોટના વતની સુ.શ્રી મિરલબેન લાભુભાઈ બોરીચાએરેન્ક-૨૮થીતથા મૌખિક ઇન્ટરવ્યુમાં સેકન્ડ હાયેસ્ટ માર્કસ સાથેસિલેકટથઇને આહીર સમાજનું ગૌરવ વધારેલ છે.

મિરલબેન જણાવે છે કે,લાંબા સમયથી ચાલતા સંઘર્ષનો સફળ અંત આવશે એ તો ખ્યાલ હતો જ પરંતુ એ સફળતા આટલી સુખદ હશેએવી કલ્પના પણ નહોતી. તેમણે૫ વર્ષની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી પરંતુ કાકાએ કયારેય એમની ખોટ વર્તાવા દીધી નથી. તેમની સફળતાનો શ્રેય મારા મમ્મી,કાકા અને મારા માસીને આપુ છું તથા ક્રિષ્ના ફાઉન્ડેશન-રાજકોટનું પણ અનન્ય યોગદાન છે.

તેમની સંઘર્ષગાથાની વાત કરતા જણાવે છે કે,શાળા શિક્ષણ શ્રી કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલય,રાજકોટથી થયું. શ્રી એમ.વી.એમ સાયન્સ કોલેજ-રાજકોટ ખાતેથી ૨૦૧૮માં બી.એસ.સી. (માઇક્રોબાયોલોજી) સાથે ગ્રેજયુએશન પુરૂ કર્યું. સમગ્ર શૈક્ષણિક કાર્ય ઘણી સુખ સુવિધા સાથે પૂરૂ થયું અધિકારી બનવાની જિજ્ઞાસા અને મહેચ્છા નાનપણથી જ હતી. તેમના કાકાએ સતત પ્રોત્સાહન પુરૃં પાડ્યું છે. આ ઇચ્છા પુરી કરવા ક્રિષ્ના ફાઉન્ડેશન-જેવું પ્લેટફોર્મ મળતાં આ સફળતા મળી શકી છે.

૨૦૧૮માં પંચાયત વિભાગ દ્વારા મુખ્ય સેવિકાની જાહેરાત આવતાં પ્રથમ પરીક્ષામાં જ તેઓ સફળ થયેલા પરંતુ અભ્યાસ ચાલુ હોવાથી તેઓએલિજીબલ ના થઇ શકયા. ત્યારબાદ ૨૦૧૯માં પી.આઇની ભરતી આવતાં ફાઇનલ સિલેકશન ફકત ૧.૨૫ માર્કસથી ગાડી ચૂકી ગયા ત્યારે થોડી નિરાશ થયેલી પરંતુ પરીવારનો સપોર્ટ એટલો હતો કે હું સફળ જ છું એવી જ અનુભૂતિ હતી. ત્યારે ઘણા મિત્રો કહેતા કે આટેલા માર્કસથી નાપાસ થયા તો ગાંડા થઇ જવાય. આ જ રીતે નાયબ સેકશન અધિકારીની પરિક્ષામાં પણ થોડા ગુણથી ચુકી જવાયું હતું. આમ હું મારી ભુલોમાંથી જ શીખી છું.

લેખન-સંકલન

અશ્વિન જે. જાટીયા

આહીર યુવા ફોરમ

ગાંધીનગર

(3:06 pm IST)