Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ડ્રેનેજ લાઇન - ટી.પી. રોડ મેટલીંગનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરો: એજન્સીને અમિત અરોરાની તાકીદ

વોર્ડ નં. ૧૮ અને ૧૫માં હાલ કામ ચાલુ ઃ મેન પાવર - મશીનરી વધારવા પણ સુચના: મ્યુ. કમિશનરનું સ્થળ નિરીક્ષણ

રાજકોટ તા. ૧૧: આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરમાં ચાલતી કામગીરી ઝડપી પૂર્ણ કરી શકાય તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવસરાત કામગીરી કરવા અને જરૃર પડ્યે મેનપાવર, મશીનરી વધારી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા એજન્સીને તાકીદ કરવામાં આવી રહી છે.

ગઈકાલ તા. ૧૦ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.ઙ્ગ૧૮માં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન,ઙ્ગટી.પી. રોડ પર મેટલીંગ વર્ક અને વોર્ડ નં. ૧૫માં ઇન્ટરસેપ્ટર ડ્રેનેજ લાઈનની કામગીરીની સ્થળ પર જ સમીક્ષા કરી હતી. વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચોમાસા પહેલા તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા એજન્સીને સુચના આપી હતી.

વોર્ડ નં. ૧૮માં સાંઈબાબા સર્કલથી માલધારી ફાટક સુધીમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે. જે મનોરંજન કરગ્રાંટમાંથી અંદાજે રૃ. ૫૮ લાખના ખર્ચે બનાવવામાં આવી રહી છે. જેમાં મ્યુનિ. કમિશનરે એજન્સીને ચોમાસા પહેલા તાત્કાલિક અસરથી કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી. વધુમાં મ્યુનિ. કમિશનરે એજન્સીને કહ્યું હતું કે, મશીનરી, મેનપાવર વધારી દિવસરાત કામગીરી ચાલુ રાખી ઝડપી કામગીરી પૂર્ણ કરવી.

વોર્ડ નં. ૧૮માં ટી.પી. રોડ સ્વાતી પાર્ક હેડ વર્કસ થી નેશનલ હાઇ-વે સુધીના રોડ પર મેટલીંગ કરવાનું કામ પણ હાલ ચાલુ છે. તેમાં પણ મ્યુનિ. કમિશનરે એજન્સીને ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી જેથી ચોમાસાના વરસાદ દરમ્યાન આસપાસની સોસાયટીના રહેવાસીઓ ઉપયોગમાં લઇ શકે. આ રોડની કામગીરી પૂર્ણ થયે કોઠારીયા રોડ પરનો ટ્રાફિક ડાયવર્ટ કરી શકાશે.

વોર્ડ નં. ૧૫માં ઇન્ટર સેપ્ટર ડ્રેનેજ લાઈનની ૪૦૦ મીટરની કામગીરી પૂર્ણ થયેલ છે અને આગળની કામગીરી શરૃ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. આ પાઈપલાઈન નાખવાથી આજી રિવરફ્રન્ટમાં આવતું ગંદુ પાણી અટકાવી શકાશે તેમ મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર, સિટી એન્જી. અઢીયા, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, ડી.ઈ.ઈ. નિકેશ મકવાણા, બી.પી.વાઘેલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:34 pm IST)