Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પ્રો. કમલેશ જોશીપુરાની શૈક્ષણિક સુદિર્ઘ સેવાઓને સન્માનિત કરતો મીલન સમારોહ

ના ભાષણ, ના સ્ટેજ, ના પ્રવચનો પણ ખરા દીલથી લાગણી વ્યકત કરવા માટે સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની પ્રચંડ હાજરી : શૈક્ષણિક અને સાર્વજનીક ક્ષેત્રે વધુ પ્રવૃત્ત થવાનો મક્કમ નિર્ધાર વ્યકત કરતા પ્રો. કમલેશ જોશીપુરા

રાજકોટ : રાજયનાં વરિષ્ઠ શિક્ષણવિદ, પૂર્વ કુલપતિ અને ફપ્પ્ન્ ભારત સરકારનાં સભ્ય પ્રો.કમલેશ જોશીપુરાએ સૌરાટ્ર યુનિવર્સિટી કાયદાભવન ખાતે પોતાનો સુદિર્ઘ કાર્યકાળ સફળ રીતે પૂર્ણ કરતાં રાજકોટ સૌરાષ્ટ્રનાં સર્વક્ષેત્રીય આગેવાનો, પ્રતિનિધિઓ અને શિક્ષણવિદો દ્વારા અદકેરૂ સન્માન આપવાની સાથે પ્રો.જોશીપુરાને રાષ્ટ્રીય કક્ષાએ વધુ પ્રવૃત થવા માટે ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગીરીશભાઈ ભીમાણી, હસુભાઈ દવે, ઘનસુખ ભંડેરી, ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર પ્રદિપ ડવ, પૂર્વ કુલનાયક કલ્પક ત્રિવેદી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વી. પી. વૈષણવ, મહાનગર સંઘચાલક ડો.જીતેન્દ્ર અમલાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, પૂર્વ મંત્રી ઉમેશ રાજયગુરૂ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, પૂર્વ ઉપકુલપતિ ડો. વિજય દેસાણી, મેડીકલ એસોસીએશનના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ અતુલ પંડયા, કોંગ્રેસના અગ્રણી હેમાંગભાઈ વસાવડા અને અશોક ડાંગર, સહકારી અગ્રણી ટપુભાઈ લીંબાસીયા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બીનાબેન આચાર્ય, ભાજપના અગ્રણી કશ્યપભાઈ શુકલ, આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુજીતુભાઈ શાહ, વરિષ્ઠ અગ્રણી મુરલીભાઈ દવે, શૈક્ષણીક અને રાજનૈતિક ક્ષેત્રના અગ્રણી ડો. નેહલભાઈ શુકલ, મનીશભાઈ ચાંગેલા, જીતુ મહેતા, કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી  રાજદીપસિંહ જાડેજા, સેનેટર ભરતસિંહ જાડેજા, અંશ ભારદ્વાજ સહિત સર્વક્ષેત્રીય શૈક્ષણિક, સામાજીક અને રાજકીય મહાનુભાવો પ્રતિતિજનક સંખ્યામાં ઉપસ્થિત રહયા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરાનું અભિવાદન કરવા માટે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીનશૈક્ષણિક કર્મચારી પરીવારના પ્રમુખ રણજીતસિંહ ચાવડા, મહામંત્રી જય ટેવાણી ઉપરાંત વિરલસિંહ પરમાર, હાર્દીક એરડા, અભિષેક મૂલ્યાણાં, રાજેન્દ્રસિંહ, અમીત પરમાર, હિરેનભાઈ, પુષ્પરાજસિંહ, ટીલાવત, આશીષ વ્યાસ તેમજ મીનાબેન ચૌહાણની આગેવાની હેઠળ એક સાથે ર૦૦ જેટલા કર્મચારીઓ વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા સાથે પ્રથમ ડોલરરાય માંકડની પ્રતિમા પાસે એકત્ર આવી અને બાદમાં કાયદા ભવન ખાતે આવી પહોંચ્યા હતા પ્રચંડ ઉત્સાહ અને ઉમંગ સાથે સમગ્ર વાતાવરણને ભાવવાહી બનાવી દીધું હતું. વરિષ્ઠ પૂર્વ સીન્ડીકેટ સભ્ય નેહલ શુકલની દોરવણી હેઠળ  દીપકભાઈ રાવલ, બીશુભાઈ વાંક અને ઈન્દુભા ઝાલા, પ્રકાશ દુઘરેજીયા કમલેશ જોશીપુરાનું સન્માન કરેલ.

શિક્ષણ ક્ષેત્રના અગ્રણિઓ, સેન્ટ્રલ યુનિવર્સિટી સાગરના ચાન્સેલર ડો. બળવંતભાઈ જાની, ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ ડો. અનામીક શાહ, આત્મીય યુનિવર્સિટીના કુલપતિ પ્રો. શીવ ત્રિપાઠી, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડીત, ડો. અલ્પનાબેન ત્રિવેદી, રાષ્ટ્રીય શૈક્ષીક સંઘના પ્રો.કમલ મહેતા અને મંત્રી ભરત રામાનુજ, પીડીયુ મેડીકલ કોલેજ કમિટિના ચેરમેન ડો. ડી. કે. શાહ તેમજ આર.એમ.ઓ. ચાવડા, પ્રિ. રાજેશ કાલરીયા, કાયદાવિદ્યા શાખાના ડીન મયૂરસિંહ જાડેજા, સીન્ડીકેટ સભ્ય ડો. કલાધર આર્ય, શાળા સંચાલક મંડળના દર્શીતભાઈ જાની, આર.કે. યુનિવર્સિટીના કુલસચિવ રામાણી ઉપરાંત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના દીલીપભાઈ પટેલ, રાજય લેબર બાર પ્રમુખ ગીરીશચંદ્ર ભટ્ટ સહિતનાએ શુભેચ્છા પાઠવી હતી.

રાજકોટની જુની પેઢીના વરિષ્ઠ આગેવાન કરણાભાઈ માલધારી, ભાજપ અગ્રણી ભાનુભાઈ મહેતા, કાળુમામા વડેરીયા, ગ્રામ્ય જીલ્લા અગ્રણી દેવશીભાઈ ટાઢાણી, વરિષ્ઠ મહિલા તબીબ ડો. દર્શનાબેન પંડયા, ટીવીન્કલ મહેતા, ગુજરાત રાજય કોલેજ બીનશૈક્ષણિક કર્મચારી મહામંડળના મહામંત્રી અમીતભાઈ જોશી, શામજીભાઈ ચાવડા, કાયદા ભવનના પૂર્વ અઘ્યક્ષ ભરતભાઈ મણીયાર, શ્રી પુરણદાસજી, પ્રિ. ચુડાસમા, યજ્ઞેશ જોશી, કમલેશ જાની, પ્રિતીબેન ગણાત્રા, અધિવકતા પરીષદના જયેશ જાની, ઈન્ડીયન લાયન્સ કલબના કૌશીક ટાંક, રેલ્વેના રાજેશ મહેતા તથા સૌરાષ્ટ્રભરના વિવિધ જીલ્લાઓમાંથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી, પ્રાઘ્યાપકો, સામાજીક અગ્રણીઓ, સંશોધકો, રાજકીય આગેવાનો, કાયદા ભવન ખાતે આવી પહોંચ્યા હતા.  રાજકોટની સરકારી એ. એમ. પી. લો કોલેજના કમલેશ જોશીપુરા ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય રાજકોટની એ. એમ.પી. લો કોલેજના પ્રાચાર્ય ડો. મીનળ રાવલની આગેવાનીમાં સમગ્ર સ્ટાફે આવી શ્રી જોશીપુરાનું અભિવાદન કરેલ.  સમગ્ર મિલન સમારોહની વ્યવસ્થા માનવ અધિકાર ભવનના અઘ્યક્ષ રાજેન્દ્રભાઈ દવે તેમજ કાયદા ભવનના આનંદભાઈ ચૌહાણ, પ્રાઘ્યાપક ધરાબેન ઠાકર, ડો. રક્ષા મહેતા, વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંતભાઈ જોશી, લીગલ સેલના હિતેશભાઈ દવે, ચિરાગભાઈ ચૌહાણ, પ્રિતેશભાઈ પોપટ, ગોવિંદભાઈ વેકરીયા, અલ્પેશભાઈ ગૌસ્વામી, હિરેનભાઈ ચગ, બાલુભાઈ મોઢવાણીયા સહિતની ટીમે સંભાળેલ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં અગ્રણી છાત્ર નેતા તરીકે પોતાની કારર્કીદી શરૂ કરનાર પ્રો. કમલેશ જોશીપુરા દેશમાં કાયદા વિદ્યાશાખામાં અગ્રણી પ્રાઘ્યાપક તરીકે આગવી છબી પ્રસ્થાપિત કરી અને એક ઉત્કૃષ્ટ સંશોધક, માર્ગદર્શક અને અભ્યાસુ તરીકે નામનાં ધરાવે છે. જે યુનિવર્સિટીનાં વિદ્યાર્થી રહયા હોય, તે જ યુનિવર્સિટીમાં અઘ્યાપક બન્યાનાં તો અનેક ઉદાહરણો છે પરંતુ તે જ યુનિવર્સિટીમાં સતત બે ટર્મ કુલપતિ રહયા અને ટીચર યુનિવર્સિટીમાં પ્રથમ કુલપતિ બન્યા હોય તેવી સમગ્ર દેશમાં કદાચ પ્રથમ ઘટનાં હશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ટીચર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તથા કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર ડો. કમલેશ જોષીપુરા કાયદા ભવનનો તેમનો સફળ કાર્યકાળ પૂર્ણ કરી રહેલ છે. શ્રી જોષીપુરા એકમાત્ર છે કે જેઓએ આ જ યુનિવર્સિટીમાં કાયદા ભવનમાં વિદ્યાર્થી તરીકે તેમજ આ યુનિવર્સિટીના તે સમયના વિદ્યાર્થી આગેવાન તરીકે તેમજ બાદમાં આ જ યુનિવર્સિટીમાં અઘ્યાપક તરીકે જોડાયા બાદ આ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે બે ટર્મ રહયા અને કુલપતિનો કાર્યકાળ પુરો કર્યા પછી ફરીથી ત્રીજી ટર્મ માટે કુલપતિની જવાબદારી વહન કર્યા બાદ ફરીથી આ જ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત રહયા.  યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના ચેરમેન અને વાઈસ ચેરમેનની સર્ચ કમિટિમાં સભ્ય તરીકે રહેલા હોય તેવા ગુજરાતના એકમાત્ર શિક્ષણવિદ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક સ્ટાફમાંથી ભારત સરકારના નહેરૂ મેમોરીયલ મ્યુઝીયમ એન્ડ લાયબ્રેરીના સભ્યપદે નિયુકિત પામ્યા હોય તેવા પ્રથમ વ્યકિત છે. ગુજરાતમાંથી યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના ચેરમેન અને વાઈસ ચેરમેન એમ બંનેની સર્ચકમિટિમાં સભ્ય પદે રહેલા શ્રી કમલેશ જોશીપુરા એકમાત્ર શિક્ષણવિદ છે.

(3:15 pm IST)