Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

રાજકોટનાં શ્રોતાઓની સરળતા મારા હૃદયને સ્‍પર્શી ગઇઃ અન્‍વેષા

રાજકોટ તા. ૧૮: લતા મંગેશકરને સ્‍વરાંજલિ આપવા રાજકોટનાં મહેમાન બનેલા અન્‍વેષા એ જણાવ્‍યું હતું કે, હું તો પ્રથમવાર રાજકોટ આવી છું. સાઉન્‍ડ ચેકમાં પહોંચતાંજ મેં જે ઓડિટોરીયમનો માહોલ જોયો તે જોઇ દંગ રહી ગઇ. આટલું સુંદર ઓડિટોરીયમમાં અને ખુબ નામાંકિત જગ્‍યાએ પર્ફોમ કરવું તે મારા માટે એક ગર્વની વાત છે. વધુમાં જે શ્રોતાઓ આવેલા તે દરેક ઉંમરનાં હતાં યંગ જનરેશન મને છેલ્લા એક મહિનાથી ઇન્‍સ્‍ટાગ્રામ પર ‘વેલકમ અન્‍વેષા', ‘વેલકમ ટુ રાજકોટ' લખી રહ્યા હતાં તો ખરેખર મને બુકે, ફૂલો લઇ મળવા આવ્‍યાં હતાં. દરેકે મારો જે હૃદયપૂર્વક સત્‍કાર કર્યો તે ભાવપૂર્ણ હતાં. અન્‍વેષાએ વધુમાં કહ્યું કે, સામાન્‍ય રીતે અમે કલાકારો મેટ્રો સીટીમાં મોટા થયા હોય છીએ પણ રાજકોટવાસીઓની જે સરળતા હતી તે મારા હૃદયને સ્‍પર્શી ગઇ. જો હું રાજકોટ ન આવી હોત તો મને કયારેય ખ્‍યાલ ન આવત કે મારા ચાહકો   અહિં    આટલી બધી સંખ્‍યામાં છે.
અન્‍વેષાએ વધુમાં જણાવ્‍યું હતું કે, હિન્‍દી અને બંગાળી ઉપરાંત હવે મારા ગીતો તો ગુજરાતીમાં આવી રહ્યા છે. ગુજરાતી જેવી મીઠી ભાષામાં મેં તાજેતરમાં જ ગાવાનું શરૂ કર્યું છે. હમણાં આવેલી ગુજરાતી ફિલ્‍મ ‘‘સૈયર મોરી રે''માં પણ ‘ચાંદલિયો' ગીત ગાયું જેને ગુજરાતનાં લોકોએ ખુબજ પસંદ કર્યું છે મને અહિં આવી રાજકોટનાં અને ગુજરાતનાં લોકોથી ખુબ પ્રોત્‍સાહન મળ્‍યું છે. મારા ઘણા ફેન્‍સ તો હતા તે ખ્‍યાલ હતો પણ જયારે અહિં આવી તેમની આંખોમાં મારા પ્રત્‍યે જ ે પ્રેમ જોયો તે અવિસ્‍મરણીય છે.
રાજકોટની ઓડિયન્‍સ વિશે અન્‍વેષાએ કહ્યું કે, મારા ચાહકો રાજકોટમાં ઘણા છે તેનો ખ્‍યાલ હતો પણ જયારે હું અહિં આવી અને પર્ફોમ કર્યું ત્‍યારે તેની ખાતરી થઇ ગઇ કે મારા પ્રોગ્રામનાં અંત સુધી લગભગ ત્રણ થી સાડા ત્રણ કલાક સુધી લોકોએ હલ્‍યા વિના મને દિલથી સાંભળી જે હું કયારેય નહીં ભુલી શકું.
અન્‍વેષાએ શ્રોતાઓ વિશે વાત કરતાં કહ્યું હતું કે, જે મેટ્રો સીટી હોય ત્‍યાં પヘમિી તરફ ઢોળાવ વધુ હોય જયારે અહિં લોકો ટ્રેડીશનલ ટચ વધુ ઇચ્‍છતાં હોય છે. ભારતનાં મોટા શહેરોમાં પણ પર્ફોમ કરવાની મજા આવે છે. પણ જયારે વિદેશોમાં જઇએ ત્‍યારે ત્‍યાંનાં લોકો અમારી આતુરતા પુર્વક રાહ જોતા હોય છે કારણ ભારતીય કલાકારો વિદેશમાં જલદી ઉપલબ્‍ધ થતાં નથી. ત્‍યારે તેઓ ભારતીય કલાકારોને સાંભળવા રીતસર ઘેલા થાય છે.
કોવિડ પછી હવે શ્રોતાઓ લાઇવ શો જોવા આટલી મોટી સંખ્‍યામાં આવે છે તે અમારા કલાકારો માટે પણ ખુબ મોટી વાત છે. રાજકોટમાં પણ ખુબ ફરમાઇશ આવી, મને ખુબ પ્રેમ આપ્‍યો. જેમ લતાજીનાં ગીતોનો કાર્યક્રમ આપ્‍યો તેમ મારે કવિતા કૃષ્‍ણમૂર્તિ અને શ્રેયા ઘોષાલનાં ગીતોનો કાર્યક્રમ પણ જયારે અને જયાં તક મળે ત્‍યાં આપવાની ઇચ્‍છા છે. મારે આ બંને સાથે મારા સ્‍નેહભર્યા સંબંધો છે. શ્રેયાજી સાથે તો ફિલ્‍મ રાંજણા માં ‘બનારસિયાં' ગીત પણ ગાયું છે. હું શરૂમાં શ્રેયાજીના ગીતો ખુબ સાંભળતી પછી વોઇસ કલ્‍ચર બદલવા તેમનાં ગીતો સાંભળવા કેટલાક વર્ષો બંધ કરેલા. કારણ પોતાની ઓળખ બનાવવા, સ્‍ટાઇલ બનાવવા કલાકાર માટે આ ખુબ જરૂરી હોય છે. જો કે મને તેમનાં ગીતો સાંભળવા ખુબ ગમે છે જે મારા કાયમ માટે પસંદગીનાં ગાયિકા રહ્યા છે તેમનાં માટે મને ખુબ માન છે રાજકોટમાં આવી તે મારા માટે ગર્વની વાત બની રહી મને અહિં પર્ફોમ કરવું ખુબ ગમ્‍યું.

 

(3:48 pm IST)