Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

એસ.ટી. ડેપોમાં બે મહિના પહેલા પોલીસ ચોકીની જગ્યા ફાળવી અપાઇ છે : એસ.ટી.નીગમ પોતાના ખર્ચે બનાવશે

બસ સ્ટેન્ડ બનાવનાર કંપની સાથે પોલીસ ચોકી બનાવવા અંગે કોઇ શરત ન હોય આથી નહોતું બનાવ્યું

 

 

રાજકોટ, તા. ૧૯ :  રાજકોટ એસ.ટી. ડેપોના મેનેજર શ્રી વડગામાએ એક યાદીમાં ઉમેર્યુ છે કે, રાજકોટનું બસ પોર્ટ - રાજકોટ ખાતે ના પી.પી.પી. ધોરણ ના ભાગીદાર મે.શ્રી એમ.વી. ઓમની સાયોના પ્રાઈવેટ લીમીટેડ દ્વારા બસ પોર્ટ બનાવાયેલ છે.

અત્રે થી પોલીસ ચોકી માટે ના નિર્ણય અર્થે કામગીરી ચાલુ થતા અમો ની બાંધકામ શાખા દ્વારા આ કામગીરી હાથ ધરવાની હોય તેઓ દ્વારા આ અંગે અત્રે ના પી.પી.પી. ધોરણ ના પાર્ટનર સાથે પરામર્ષ કર્યા બાદ બે માસ પહેલા તેઓ દ્વારા પોલીસ ચોકી માટે ની જગ્યા પણ ફાળવી અપાયેલ છે,

તે ઉપરાંત એસ.ટી. નિગમ તથા સદર કંપની ના એગ્રીમેન્ટ અનુસાર કંપની ખાતે પોલીસ ચોકી બનાવાની કોઈ શર્ત ન હોવાથી તેઓ દ્રારા બનાવેલ નથી કે તેઓ દ્વારા નથી બનાવી આપવા અંગે નો કોઈ પ્રશ્ન રહેતો નથી,

તે ઉપરાંત પણ આ અંગે તેઓનો આ કામગીરી માટેનો નેગેટીવ એપ્રોચ નથી, અગાઉના કામોની પોલીસ ચોકીના કામગીરી માટે પણ પોઝીટીવ જ છે.

હાલ તેઓ દ્વારા ફાળવાયેલ જગ્યા ખાતે એસ.ટી. નિગમ દ્વારા સ્વ ખર્ચે પોલીસ ચોકી બનાવાય તેની મંજુરી અને કામગીરી માટે ની પ્રક્રીયા વિભાગીય બાંધકામ શાખા ખાતે થી ચાલુ હોવાથી તે કામગીરી બાકી છે.

(3:48 pm IST)