Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

પ્રમુખમાર્ગઃ વસુધૈૈવ કુટુંબકમ્

પરમ પૂજ્‍ય પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી લેખમાળા શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રારંભમાં

શ્રીમદ્દ ભગવદ્‌ ગીતામાં પ્રારંભમાં ધળતરાષ્‍ટ્ર સંજયને -‘ પૂછે છે, ‘‘ધર્મક્ષેત્રે એવા કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે એકત્રિત થયેલા મારા પુત્રો ‘મામકાઃ' અને પાંડવો ‘પાંડવાઃ' શું કરી રહ્યા છે?''  વિદ્વાનો આ વચનના આધારે ધળતરાષ્‍ટ્રની મનોવળત્તિ સ્‍પષ્ટ કરે છે. ધળતરાષ્‍ટ્રને પાંડવો પોતાના મનાયા નથી તેથી તે કૌરવોને ‘મામકા' એટલે કે ‘મારા' તેમ સંબોધે છે અને પાંડવોને પરાયા માને છે. મહાભારતના ભયંકર યુદ્ધના બીજ મારા અને પારકાની વળત્તિથી જ વવાયા તથા તે બીજને પોષણ મળતું ગયું અને તેના પરિણામે અઢાર લાખ મનુષ્‍યોના પ્રાણ લેવાયા.

‘મારા' અને ‘પારકા'ની વળત્તિ એક જ કુટુંબના સગા ભાઈ ભાઈ વચ્‍ચે પણ વૈમનસ્‍ય ઊભું કરી કુટુંબને તોડી પાડે છે. જ્‍યારે બધા જ પોતાના મનાય ત્‍યારે સૌ કોઈ સાથે કુટુંબભાવ કેળવાય છે. સમગ્ર પળથ્‍વી જ કુટુંબ બની જાય છે. તેથી જ કહેવાયું છે કે,

અયં નિજઃ પરો વેત્તિ ગણના લઘુચેતસામ્‌ &&

ઉદારચરિતાનાં તુ વસુધૈવ કુટુમ્‍બકમ્‌ &&

આ મારું અને આ પારકું તેવી ગણના નાના મનવાળા કરે છે પણ જેમનું મન ઉદાર છે તેમના માટે સમગ્ર વસુધા(પળથ્‍વી) જ કુટુંબ છે. સમગ્ર પળથ્‍વીને કુટુંબ બનાવવામાં મુખ્‍ય જરૂર છે - ઉદારમનની. સંતો ઉદારમનના હોય છે. પ્રમુખસ્‍વામી મહારાજના પ્રસંગમાં આવા અનુભવો હજારોને થયા છે.

૧૯૮૭ની સાલમાં દુષ્‍કાળની આફત ગુજરાતને માથે આવી પડેલી. આ કપરા સંજોગોમાં નાની મોટી ઘણી સંસ્‍થા રાહત માટે દોડી આવેલી. સૌ પોતપોતાની શક્‍તિ અનુસાર રાહતકાર્ય કરતા હતા. પ્રમુખસ્‍વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સંસ્‍થા પણ અનાજવિતરણ, સુખડીવિતરણ, છાશકેન્‍દ્ર જેવા મનુષ્‍યલક્ષી તથા કેટલકેમ્‍પ, ઘાસવિતરણ જેવા પશુલક્ષી રાહતકાર્ય કરી રહી હતી. તે સમયે ચાર કેટલકેમ્‍પ દ્વારા પશુઓની સાચવણી થઈ રહી હતી. આવા જંગી રાહતકાર્યને પહોંચી વળવા મોટા પ્રમાણમાં ધનની જરૂર પડે તે સ્‍વાભાવિક છે. પ્રમુખસ્‍વામી મહારાજ આયોજનબદ્ધ કાર્યપદ્ધતિથી તથા સ્‍વચ્‍છ આર્થિક વહીવટીની નીતિથી સૌના વિશ્વાસપાત્ર બની રહ્યા હતા. તેથી ઘણા દાતાઓ પોતાનું દાન આપવા તેમની પાસે આવતા. પરંતુ પ્રમુખસ્‍વામી મહારાજ ઉદારમનના સંત હતા. તેઓ કેવળ BAPS સંસ્‍થાનો નહીં પણ બીજાનો પણ વિચાર કરતા.

મુંબઈના સાંઈ સત્‍સંગમંડળે ટ્રેનોમાં ભજનો ગાઈ સવા લાખ રૂપિયાની રાશિ એકત્રિત કરેલી. તે આપવા મંડળના યુવાસભ્‍ય પ્રમુખસ્‍વામી મહારાજ પાસે આવેલા. તેની સાથેની વાતચિત્તમાં ખ્‍યાલ આવ્‍યો કે તે ઢસા ગામના વતની છે. તે જાણી પ્રમુખસ્‍વામી મહારાજે કહ્યું, ‘‘તમે ઢસાના છો. ગઢડાથી તમે નજીક છો. તો ગઢડાની અને બોટાદની પાંજરાપોળને  આપજો. ત્‍યાં એ બધાને બહુ જરૂર છે.'' આવી જ રીતે શ્રીપરમાનંદભાઈ વોરા તથા કેટલાક અન્‍ય શ્રેષ્‍ઠીઓને પ્રમુખસ્‍વામી મહારાજે અન્‍ય સંસ્‍થાઓમાં  દાન આપવા પ્રેરણા આપી હતી.

કઠણકાળમાં પોતાને જરૂર હોય તેવા સમયે પણ પ્રમુખસ્‍વામી મહારાજની ઉદારતા આમ છલકતી રહેલી કારણ કે તેઓ એકલપેટા નહીં, સાગરપેટા હતા. ઉદાર મનવાળા હતા, સમગ્ર પળથ્‍વીને કુટુંબ માનનારા હતા.

વડોદરાના સુરસાગર સરોવરમાં ‘સર્વેશ્વર મહાદેવ'ની વિરાટ પ્રતિમા પધરાવવાની હતી. તે મૂર્તિની પીઠિકા પર આઠ ફૂટ ઊંચી આઠ શિવપ્રતિમાઓ પધરાવવાનું આયોજકોએ વિચાર્યું. પત્‍થરની આવી વિશાળકાય પ્રતિમા આઠ મહિનાના ટૂંકાગાળામાં કંડારવાનું કામ અશકય જણાતા શ્રીયોગેશભાઈ તથા અન્‍ય કાર્યવાહકો પ્રમુખસ્‍વામી મહારાજ પાસે દોડી આવ્‍યા. આ સમયે દિલ્‍હીમાં ઊભા થઈ રહેલા અક્ષરધામનું કામ સમયસર પૂરું કરવા યુદ્ધના ધોરણે ચાલું હતું. છતાં એક સ્‍થાને અક્ષરધામના પત્‍થરોની ઘડતરક્રિયા થંભાવી દઈ પ્રમુખસ્‍વામી મહારાજે મહાદેવજીની અષ્ટપ્રતિમાના કામને અગ્રતાક્રમ આપ્‍યો. સમય કરતા વહેલી આ મૂર્તિઓ તૈયાર કરાવી આયોજકોને સોંપી દીધી. સર્વેશ્વર મહાદેવ મૂર્તિપ્રતિષ્‍ઠાની સમિતિએ તેનો અંદાજિત ખર્ચ પચાસ લાખ રૂપિયાનો ધારેલો, તે કામ પ્રમુખસ્‍વામી મહારાજે અગિયાર લાખ રૂપિયામાં કરાવી આપેલું પરંતુ બીએપીએસ સંસ્‍થાના શિલ્‍પકામના મુખ્‍ય આયોજક શ્રીહર્ષદભાઈ ચાવડાને આ રકમ પણ ન લેવાની સૂચના આપેલી. કારણ કે પ્રમુખસ્‍વામી મહારાજ ભગવાન શ્રીસર્વેશ્વર મહાદેવની સ્‍થાપનાનું કાર્ય પોતાનું જ માનતા હતા. તેઓ ઉદારમનના હતા. સમગ્ર પળથ્‍વીને કુટુંબ માનનારા હતા.સ્‍વામિનારાયણ સંપ્રદાયની એક શાખાનું મંદિર કારિયાણીમાં તૈયાર થઈ રહેલું. તેમાં કંપી જોઈતી હતી. પ્રમુખસ્‍વામી મહારાજે સારંગપુરમાં ગુરુ શાષાીજી મહારાજનું સ્‍મળતિમંદિરનું કામ ચાલતું હતું તેમાંથી મોકલેલી તથા જ્‍યારે સારંગપુરમાં કંપીની જરૂર પડી ત્‍યારે મુંબઈથી બીજી મંગાવી પણ કારિયાણી મંદિરનું કામ ચાલુ હોવાથી ત્‍યાંથી ન મંગાવી. જ્‍યારે પ્રમુખસ્‍વામી મહારાજ કારિયાણી દર્શને પધાર્યા ત્‍યારે આ વાતનો ઉલ્લેખ વયોવળદ્ધ સંત ધર્મકિશોરદાસજીએ કર્યો. તે સમયે પ્રમુખસ્‍વામી મહારાજે એટલું જ કહ્યું, ‘‘આ પણ સ્‍વામિનારાયણ ભગવાનનું મંદિર છે એટલે સહકાર તો હોય જ ને ! આપ દાખડો કરો છો. અમે તો ખાલી પદાર્થ પૂરા પાડીએ છીએ.''સૌને ઉદારભાવે સહકાર આપવો, પોતે ઘસાઈને બીજાને સહકાર આપવો અને તેમાં પણ પોતે ઉપકાર કરે છે તેવો વિચાર નહીં આ પ્રમુખસ્‍વામી મહારાજના ઉદારમનની શૈલી હતી. તેથી જ તેમને માટે સમગ્ર પળથ્‍વીવાસીઓ કુટુંબીજનો બની રહ્યા અને સૌને તેઓ માટે પોતાના કુટુંબીજન જેવો તોહસંબંધ બંધાઈ રહ્યો.

 આવી જીવનશૈલી સાથે જીવવું તે જ પ્રમુખમાર્ગ છે.(૩૭.૯)

- સાધુ નારાયણમુનિદાસ

(3:07 pm IST)