Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

મવડી - કોઠારીયા - વાવડીમાં ટી.પી. સ્‍કીમ સહિતની ૮ દરખાસ્‍તો મંજુર

પશ્ચિમ રાજકોટમાં વિકાસનો સૂરજ વધુ તપશે : કાનુની પ્રશ્નના કારણે વાવડી કબ્રસ્‍તાનની દરખાસ્‍ત પેન્‍ડીંગ

રાજકોટ તા. ૧૯ : મહાપાલિકામાં આજના જનરલ બોર્ડમાં એજન્‍ડા પર રહેલી ૯ પૈકી ૮ દરખાસ્‍ત સર્વાનુમતે મંજુર કરાઇ છે. જ્‍યારે એક દરખાસ્‍ત પેન્‍ડીંગ રખાઇ છે તેમ મેયર પ્રદિપ ડવે કહ્યું હતું.

શહેરમાં અઢી દાયકા પહેલા ભળેલા અને મુખ્‍ય વિકસીત થયેલા પમિ રાજકોટના સૌથી વધુ વિકસીત વિસ્‍તાર મવડીમાં વધુ ત્રણ ટીપી સ્‍કીમ નં. ૩૪, ૩૫, ૩૬ નો ઇરાદો જાહેર કરવાથી પમિ રાજકોટમાં વિકાસનો સૂરજ વધુ તપશે.

આજે મળેલ મનપાના જનરલ બોર્ડમાં  શહેરના વોર્ડ નં .૧૫ માં ભાવનગર રોડ પર થોરાળા પોલીસ સ્‍ટેશનની બાજુમાં આવેલ જાહેર શૌચાલય દુર કરવા, રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૩૪ (મવડી) બનાવવા માટે ઈરાદો જાહેર કરવા, મહાનગરપાલિકા વિસ્‍તારની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૩૫ (મવડી) બનાવવા માટે ઈરાદો જાહેર કરવા, રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૩૬ (મવડી) બનાવવા માટે ઈરાદો જાહેર કરવા, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ -૧૯૭૬ ની કલમ -૪૧ હેઠળ નવી મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ તૈયાર કરવા, વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્‍ટ , વાવડીને કબ્રસ્‍તાન માટે સરકારી ખરાબા વાવડી રે.સ.નં .૧૪૯ પૈકીની જમીનમાં નીમ કરવા, મહાનગરપાલિકાની ટી.પી.સ્‍કીમ નં.૧૦ (મોટા મવા)ના ‘વાણિજય વેંચાણ' હેતુ માટે અનામત રાખવામાં આવેલ પ્‍લોટ નં.૧૧ - એ પૈકી , ૧૦૦૦ ચો.મી. જમીન ગુજરાત સ્‍ટેટ ફર્ટીલાઇઝર એન્‍ડ કેમિકલ્‍સ લિમિટેડને વેંચાણથી આપવા, રાજકોટ શહેરમાં જાહેર હિતમાં લાઈન ઓફ પબ્‍લિક સ્‍ટ્રીટ, ધી જી.પી.એમ.સી. એકટની કલમ ૨૧૦ અને ૨૧૨ અન્‍વયે જાહેર કરવામાં આવે તેવા કિસ્‍સામાં વૈકલ્‍પિક વળતર તરીકે TDR (તબદિલીપાત્ર વિકાસના હકો)નો સમાવેશ કરવા, વોર્ડનં .૦૧ માં TP - 9 ના FP - S3, વોર્ડનં .૧૦ માં TP - 5 ના FP - 104-446 તથા વોર્ડનં.૧૧ માં TP 28 ના FP - 2B, FP - 6A , FP - 3A માં બનાવવામાં આવેલ આવાસ યોજનાઓના સંબંધિત આવાસ યોજનાની સામે દર્શાવ્‍યા મુજબ નામકરણ કરવા સહિતની ૯ દરખાસ્‍તો અંગેનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો.

 

બોર્ડમાં ૬૯ સભ્‍યો હાજર

રાજકોટ : આજે સવારે મળેલ મનપાના જનરલ બોર્ડમાં કુલ ૭૨ પૈકી ૬૯ સભ્‍યો (કોર્પોરેટરો) ઉપસ્‍થિત રહ્યા હતા. જ્‍યારે ભાજપના ૩ તથા કોંગ્રેસના ૧ સભ્‍ય ગેરહાજર રહ્યા હતા. તેઓએ રજા રિપોર્ટ આપ્‍યો હતો.

(3:32 pm IST)