Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

જૈન સમાજના ચારેય ફીરકાઓના યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદગી અવસર

જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ વેસ્‍ટ તથા જીવદયા ગ્રુપ પ્રેરિત, અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ તથા એચ.એમ જૈન મેટ્રીમોનિયલ ગ્રુપ દ્વારા ઓક્‍ટોબરમાં : પરિચય મેળા અંતર્ગત બ્‍લડ ડોનેશન કેમ્‍પ,અંગદાન, દેહદાન, ચક્ષુદાનની સેવાકીય પ્રવૃત્તિ યોજાશે

રાજકોટ,તા. ૧૯: જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ વેસ્‍ટ તથા જીવદયા ગ્રુપ રાજકોટ પ્રેરિત અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ તથા એચ.એમ જૈન મેટ્રિમોનિયલ ગ્રુપ રાજકોટ દ્વારા જીવનસાથી પસંદગી અવસર ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ પરિચય મેળો તા. ૧૬ ઓક્‍ટોબર રવિવારે શ્રી અભય ભારદ્વાજ કોમ્‍યુનિટી હોલ પેરેડાઇઝ હોલ પાસે રૈયા રોડ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે.આ પરિચય મેળામાં સમસ્‍ત જૈન સમાજના ચારેય ફીરકા  (સ્‍થાનકવાસી, દેરાવાસી, દિગંબર, તેરાપંથી) ૪૫ વર્ષ સુધીના કોઈપણ લગ્નોત્‍સુક યુવક - યુવતીઓ (અપરણીત, વિધવા, વિધુર, ડાયવોસી) ભાગ લઈ શકશે.

આ પરિચય મેળામાં ભાગ લેવા યુવક ઉમેદવારો માટે રૂ. ૧૦૦૦ તથા યુવતીઓ માટે રૂ. ૫૦૦ ચાર્જ રાખવામાં આવ્‍યો છે, પરિચય સંમેલનમાં ઉમેદવાર સાથે એક વાલીને ફ્રી એન્‍ટ્રી આપવામાં આવશે, બીજા વાલીઓ રજીસ્‍ટ્રેશન ચાર્જ ૩૫૦ ભરીને હાજર રહી શકશે તેમજ ઉમેદવારોની બાયોડેટા સાથે પરિચય પુસ્‍તિકા તૈયાર કરવામાં આવશે જે દરેક યુવક યુવતી ઉમેદવારોને ફ્રી આપવામાં આવશે તથા વધારાની પ્રત જોઈતી હોય તો રૂપિયા ૫૦૦ ભરી મેળવી શકશે.પરિચય સંમેલનમાં આવનાર દરેક સભ્‍ય માટે નવકારશી, ભોજન અને હાઈ-ટીની વ્‍યવસ્‍થા કરવામાં આવશે.

પરિચય મેળાના ફોર્મ મેળવવા તથા પરત કરવા, અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ઓફિસ નંબર ૩૦૧, ત્રીજા માળે, સાધના ડાઉન ટાઉન બિલ્‍ડીંગ, પંજાબ નેશનલ બેંક પાસે, આલ્‍ફ્રેડ હાઈસ્‍કૂલ ગાંધી મ્‍યુઝિયમ ની સામે, જયુબેલી ચોક, રાજકોટ ખાતે સવારે ૯:૩૦ થી ૧-૩૦ તથા બપોરે ૫:૩૦ થી ૭:૩૦ દરમિયાન સંપર્ક કરવો. ફોર્મ પરત કરવાની અંતિમ તા. ૬ સપ્‍ટેમ્‍બર છે.આ પરિચય મેળા અંતર્ગત બ્‍લડ ડોનેશન કેમ્‍પ,અંગદાન, દેહદાન, ચક્ષુદાન, ની સેવાકીય પ્રવૃત્તિનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે

પરિચય મેળા માટે જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ વેસ્‍ટ ના પદાધિકારીઓ તથા જીવદયા ગ્રુપ રાજકોટના મેમ્‍બર્સ કાર્યરત છે, તેમજ આયોજક શ્રી એચ.એમ જૈન મેટ્રીમોનીયલ ગ્રુપના હર્ષદભાઈ મહેતા (મો. ૯૮૨૪૫૬૩૫૩૭) તથા અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના ફાઉન્‍ડર મેહુલભાઈ રવાણી (મો. ૯૮૨૫૮ ૮૨૫૭૯) કાર્યરત છે. (તસવીરઃસંદીપ બગથરીયા)

(3:35 pm IST)