Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

અંગ્રેજી ભવનમાં પ્રવેશ ગેરરીતિનો કોંગ્રેસનાં નિદત્ત બારોટનો આક્ષેપ

કુલપતિને પત્ર પાઠવી ખાસ તપાસ કરવા માંગણી

રાજકોટ, તા. ૧૯ :  સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં એમ.એ.માં પ્રવેશમાં ગેરરીતિનો આક્ષેપ કરી તપાસની માંગ કુલપતિ ભીમાણી સમક્ષ કોંગ્રેસના આગેવાન નિદત્ત બારોટે કર્યા છે.

નિદત્ત બારોટે રજુઆતમાં જણાવ્‍યું છે કે અંગ્રેજી ભવનમાં કુલ બેકઠો ૬૦ હતી અને પાછળથી ૬૬ કરવામાં આવી. આ વધારો કુલપતિએ કઇ તારીખે મંજુર કર્યો છે. અંગ્રેજી ભવન દ્વારા પહેલુ મેરીટ જાહેર થયુ તે યાદીમાં ૪૮ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્‍યા હતા. આ યાદીમાં ૬૦ અથવા ૬૬ એડમીશનને ધ્‍યાનમાં રાખીને યાદી પ્રસિદ્ધ શા માટે કરવામાં આવી નથી? તે તપાસ તપાસ કરવા જેવી બાબત છે. ઓ.બી.સી.માં વધુ મેરીટ ધરાવતા વિદ્યાર્થીઓએ આપોઆપ ઓપન કેટેગરીમાં પ્રવેશ મળે તેવી કાયદાની જોગવાઇ હોવા છતાં તેનું પાલન થયું હોય તેવું જણાતુ નથી. એસ.ટી. કેટેગરીની જગ્‍યાઓને એસ.સી. માં કનવર્ટ કરી બીજી અથવા ત્રીજી યાદીમાં આને આધારે મેરીટ મુકાયુ હોય તેવું જણાતુ નથી. ઇ.ડબલ્‍યુ એસ. કેટેગરીમાં પણ પ્રવેશમાં સરકારના નિયમો જળવાયા હોય તેમ જણાતુ નથી.  ઉપરોકત તમામ બાબતની યોગ્‍ય તપાસ કરી માહિતી આપવામાં નહિ આવે તો આયોગમાં અને સરકારમાં ફરીયાદ કરવાની ફરજ પડશે.

(4:28 pm IST)