Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા તાલુકા કક્ષાએ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન

રાજકોટ :રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા શાળાઓ અને કોલેજોમાં એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા જળ પ્રલય, ધરતીકંપ સહિત વિવિધ કુદરતી આફત સમયે લોકોનો બચાવ કેવી રીતે કરી શકાય તે બાબતે જન - જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ અને આગામી સમયમાં ભારે વરસાદની આગહીનાં સંદર્ભે રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા તાલુકા કક્ષાએ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન હાથ ધર્યું છે.

  જે અંતર્ગત તા. ૨૧ જુલાઈના રોજ જામકંડોરણાના દુધિવદર ગામના ફોફળ ડેમ ખાતે બપોરે ૨.૦૦ કલાકે, તા. ૨૩ જુલાઈના રોજ કોટડા ગામની વેરાવળ - ફિલ્ડ માર્શલ હાઈસ્કુલ ખાતે ૧૧.૩૦ વાગ્યે, તા. ૨૫ જુલાઈના રોજ ધોરાજીની કે.ઓ.શાહ કોલેજ ખાતે સવારે ૯.૩૦ કલાકે, તા. ૨૭ જુલાઈના રોજ રાજકોટની રાજકુમાર કોલેજ ખાતે ૧૦.૦૦ કલાકે (આર્મી, નેવી અને એરફોર્સના એન.સી.સી. કેડેટસ માટે ) તથા તા. ૩૦ જુલાઈના લોધિકાના નાના ઈતલા ગામે દોન્ડી ડેમ ખાતે બપોરે ૧.૦૦ વાગ્યે એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા જનજાગૃતિ કેળવવા અને આપાતકાલીન સમયે સમસ્યામાંથી બહાર નીકળવા અંગેની તાલીમ આપવામાં આવશે.

(11:53 pm IST)