Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ખાદ્યતેલોમાં કડાકોઃ ૧પ થી ૬૦ રૂા.તૂટયા

પામતેલમાં ૬૦ રૂા., કપાસીયા તેલમાં ૩૦ રૂા. અને સીંગતેલમાં ૧પ રૂા.નો ઘટાડો

રાજકોટ, તા., ૨૧: ખાદ્યતેલોમાં એકધારી તેજી બાદ એકધારી મંદી શરૂ થઇ હોય તેમ  આજે ખાદ્યતેલોમાં ૧પ થી ૬૦ રૂા.નો કડાકો  થયો હતો.

ફોરેન માર્કેટ તથા વાયદા બજારમાં ખાદ્યતેલોમાં મંદીને પગલે આજે  સ્‍થાનીક બજારમાં ખાદ્યતેલોમાં ૧૫ થી ૬૦ રૂા.નો કડાકો થયો હતો. પામતેલમાં એક જ ઝાટકે ૬૦ રૂા. નિકળી ગયા હતા. પામતેલ લુઝના ભાવ ૧૨૯૫ રૂા. હતા. તે ઘટીને આજે બપોરે ર.૦૦ વાગ્‍યે ૧૨૬૫ રૂા. બોલાયા હતા. પામતેલ ટીનના ભાવ ૨૧૫૫ થી ૨૧૬૦ રૂા. હતા. ૨૦૯૫ થી ૨૧૦૦ રૂા. થઇ ગયા હતા. તેમજ કપાસીયા તેલમાં ૩૦ રૂા. તૂટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૪૦૦ રૂા. હતા તે ઘટીને ૧૩૭૦ રૂા. થયા હતા. જયારે કપાસીયા ટીનના ભાવ ૨૪૮૫ થી ૨૫૩૫ રૂા. હતા તે ઘટીને ૨૪૫૫ થી ૨૫૦૫ રૂ. થઇ ગયા હતા.

સીંગતેલમાં પણ બપોર સુધીમાં ૧૫ રૂા.નો ઘટાડો નોંધાયો હતો. સીંગતેલ લુઝના ભાવ ૧૫૬૫ રૂા. હતા તે ઘટીને ૧૫૪૦ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ ૨૬૭૦ થી  ૨૭૨૦ રૂા. હતા તે ઘટીને ર૬૪૦ રૂા. ર૬૯૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

અત્રે નોંધનીય છે કે રશીયા અને યુક્રેન યુધ્‍ધના પગલે પામતેલની આયાતો ઘટી જતા તમામ ખાદ્યતેલોમાં તેજીનો દોર ચાલુ  થતા ખાદ્યતેલોના ભાવોએ નવી સપાટી સર કરી હતી. જો કે બાદમાં પામેતેલની આયાતો શરૂ થતા તમામ ખાદ્યતેલોના ભાવો તુટી રહયા છે.

(3:44 pm IST)