Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમે શનિવારે ગુરૂપૂજન

મહાપ્રસાદ બંધઃ પૂજા-આરતી-ચરણ પાદુકા દર્શનનો લાભ લઇ શકાશેઃ રક્ષા દોરીનું વિતરણઃ મનોકામના સંપૂર્તિ યજ્ઞ થશેઃ શનિવારે બ્લડ ડોનેશન કેમ્પ અને રવિવારે સૂપર મેગા નેત્રયજ્ઞનું આયોજન

રાજકોટ તા. રર :.. દર વર્ષની જેમ શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ (પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) આશ્રમ રોડ ખાતે તા. ર૪ ના શનિવારે શ્રી ગુરૂ પૂર્ણિમા ઉત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમ રાખવમાં આવેલ છે.

તા. ર૪ શનિવારે વહેલી સવારે મંગળા આરતી પ.૩૦ કલાકે તથા સાયંકાલીન મહાઆરતી ૭.૩૦ કલાકે કરવામાં આવશે.

સવારના ૮.૩૦ થી ૧૦.૩૦ વાગ્યા સુધી શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રીનું પૂજન ષોડષોપચાર પૂજન, શ્રી રામરક્ષા સ્ત્રોત, પ્રાર્થના, સ્વાધ્યાય અંતર્ગત શ્રીરામ સ્તવરાજ પાઠ શ્લોક, પાઠ તથા એક એક શ્લોક સાથે પુષ્પાંજલી પ.પૂ. શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રીને અર્પણ થશે.

સદ્ગુરૂદેવ ભગવાનશ્રીના દર્શન ઝાંખી માટે સવારે પ.૩૦ થી બપોરે ર વાગ્યા સુધી તથા બપોરે ૩ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી નિજ મંદિર ખુલ્લુ રહેશે. ચરણ પાદુકાના દર્શન સવારે ૧૧ થી ર તથા બપોરે ૩ રાત્રીના ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

શ્રી સદ્ગુરૂ રક્ષાદારી કે જે વર્ષમાં એક જ વખત આપવામાં આવશે. અવશ્ય લાભ લેવા વિનંતી. સમય સવારના ૬ થી બપોરના ર બપોરના ૩ થી રાત્રીના ૧૦ સુધી અપાશે. તા. ર૪ ના શનિવારે શ્રી ગુરૂપૂર્ણિમાં ઉત્સવનાં શુભ દિવસે 'મનોકામના સંપૂર્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. ગુરૂ પૂર્ણિમાનાં મંગલ દિવસે મનોકામના સંપૂર્તિ યજ્ઞમાં દરેક ભકતજનો અક્ષત (ચોખા) અર્પણ કરી, પોતાની આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુકત થશે.

સદ્ગુરૂ મનોકામના સંપૂર્તિ યજ્ઞ, સવારે ૮.૩૦ થી રાત્રીનાં ૧૦ વાગ્યા સુધી અને સદ્ગુરૂ બ્લડ ડોનેશન કેમ્પ તા. ર૪ શનિવારનાં  સવારના ૮.૩૦ થી બપોરના ર તથા બપોરે ૩ થી રાત્રીનાં ૧૦ સુધી રાખેલ છે.

સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ, તા. રપ ના રવિવારે સવારના ૯ થી ૧ર રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, સદ્ગુરૂ આશ્રમ માર્ગ ખાતે વિનામૂલ્યે રાખેલ છે.

'શ્રી ગુરૂપૂર્ણિમા ઉત્સવ' પ્રસંગે સર્વે ધર્મપ્રેમી ભાઇઓ-બહેનો, ગુરૂ ભાઇઓ - બહેનો તેમજ ભાવિકોને આ 'શ્રી ગુરૂ પૂર્ણીમા ઉત્સવ' માં ઉપસ્થિત રહી શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રીનાં દર્શનની ઝાંખી, શ્રી સદ્ગુરૂ રક્ષાદોરી, શ્રી સદ્ગુરૂ મનોકામના સંપૂર્તિ યજ્ઞ, શ્રી સદ્ગુરૂ બ્લડ ડોનેશન કેમ્પ, શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનો અમૂલ્ય લાભ લેવા શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ (પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.

આર. સી. સી. ડેન ચેનલમાં પરમ પૂજયશ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રીના દર્શન તથા શ્રી ગુરૂપૂર્ણિમા ઉત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તથા ફેસબુક પેઇઝ ઉપર ઘેર બેઠા પણ લાઇવ નિહાળી શકશો. તેમ શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ (ફોન ૮૪૬૦૯ ર૮પ૦૮, મો. ૯પ૮૬૩ ૦૮૧૭૮) ની યાદીમાં જણાવેલ છે.

(3:52 pm IST)