Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ચેક રિટર્નના કેસમાં આઇસ્ક્રીમના વેપારીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. ર૭: આઇસ્ક્રીમના વેપારી પુજારા જયેશભાઇ ગોવિંદભાઇ ને એક વર્ષની સજા ફરમાવતી નામદાર કોર્ટ.રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. કોર્ટ સમક્ષ-દિનેશભાઇ કલ્યાણભાઇ વાઢેરએ કામના આરોપી પુજારા જયેશભાઇ ગોવિંદભાઇ વિરૃધ્ધ ચેક રીર્ટનની ફરીયાદ કરતા કેસ ચાલી જતા કોર્ટે કામના આરોપીને -વર્ષની સજા તથા ચેક મુજબની વળતરની રકમ--માસમાં ચુકવવાનો હુકમ કરેલ અને જો ઉપરોકત વળતરની રકમ -માસમાં ચુકવે તો વધુ -માસની સજાનો હુકમ કરેલ છે.

કેસની વિગત એવી છે કે ફરીયાદીએ કામના આરોપીને ધંધાકીય સંબંધ હોય અને મિત્રતા થઇ જતા કામના આરોપીને તેમના ધંધાના વિકાસ અર્થે રૃ. ,પ૦,૦૦૦/-ની જરૃર પડતા કામના ફરીયાદીએ મિત્રતાના દાવે આપેલ અને કામના આરોપીએ રકમ પરત ચુકવવા તેમની બેંકનો ચેક આપેલ જે ચેક રીર્ટન થતા કામના ફરીયાદીએ નેગો. ઇન્સ્ટ્રુ-એકટ મુજબ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ અને કેસ કોર્ટમાં ચાલી જતા કામના ફરીયાદીના એડવોકેટ શ્રી ચંદ્રસિંહ ભાવસિંહ તલાટીયાએ લેખિત તથા મૌખિક રજુઆત કરેલ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટ રજુ રાખેલ જેને કોર્ટે યોગ્ય ગણી જેના અનુસંધાને તા. ૧૬--ર૦ર૩ના રોજ કામના આરોપી પુજારા જયેશભાઇ ગોવિંદભાઇ વિરૃધ્ધમાં ચુકાદો આપી અને તેમને એક વર્ષની સજા તથા એક માસની અંદર ચેકનું વળતર કામના ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.

કામના ફરીયાદી વતી રાજકોટના વકીલશ્રી ચંદ્રસિંહ બી. તલાટીયા (સી.બી.) ચંદ્રસિંહ જી. પરમાર (સી.પી.) વિશાલ . સોલંકી, અર્જુનસિંહ ભટ્ટી તથા ક્રિષ્ના કે. ચૌહાણ, ચિરાગ કે. કુકરેચા રોકાયા હતા.

(4:00 pm IST)