Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

મોરબીની સગીરાના અપહરણ દુષ્કર્મના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા. ર૮:  મોરબીની સગીરા સાથેના અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં આરોપીના જામીન અરજી મંજુર કરવાનો સ્પે. પોકસો કોર્ટ હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, આ કામના આરોપી પ્રેમભાઇ શોભનભાઇ ભુરીયાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં રેગ્યુલર જામીન પર મુકત કરવા અરજી કરી હતી.

આ કામમાં ફરીયાદીએ મોરબી તાલુકા પો. સ્ટે. માં એવી ફરીયાદ કરેલ હતી કે તેઓની સગીર વયની નાની બહેન ઉંમર વર્ષ ૧૪ વાળીને આ કામના આરોપી લલચાવી, ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઇ ગુનો કર્યા બાબતની આક્ષેપોવાળી ફરીયાદ આપેલ હતી. જે ફરીયાદના અનુસંાને આ કામના આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પો. સ્ટે.માં આઇ.પી.સી. કલમ-૩૬૩, ૩૬૬, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ હતો. ત્યારબાદ આ કામમાં આઇ.પી.સી. કલમ -૩૭૬ તથા પોકસો એકટની કલમ ૪ તથા ૬ મુજબનો ઉમેરો થયેલ હતો અને આરોપીની તપાસનીશ અધિકારી દ્વારા તા. ર૮-૦પ-ર૦ર૦ના રોજ ધરપકડ થયેલ હતી અને આરોપીને જયુડી. કસ્ટડીમાં મોકલવામાં આવેલ હતો. સેશન્સ કોર્ટના (સ્પે. કોર્ટના) જજ સાહેબશ્રી એમ. કે. ઉપાધ્યાયે આરોપીને શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરવા હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી પ્રેમભાઇ શોભનભાઇ ભુરીયા વતી રાજકોટના યુવા એડવોકેટ જીતેન્દ્રસિંહ વી. પરમાર, ખોડુભાઇ સાકરીયા તથા મોરબીના એડવોકેટશ્રી રવિભાઇ કારીયા રોકાયેલ હતા.

(3:00 pm IST)