Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

આશા વર્કરો દ્વારા માનદ્દ વેતન સહિતના વિવિધ પ્રશ્ને રજૂઆત

સમયમાં ફેરફાર, માનદ્દ વેતનમાં વધારો તથા ગત બે માસનું વેતન ચૂકવવા માંગ

રાજકોટ, તા. ર૮ : શહેરના આશા વર્કરના બહેનો દ્વારા માનદ્દ વેતન વધારો કરવા, ગત બે માસનું વેતન આપવા તથા સમયમાં ફેરફાર સહિતના વિવિધ પ્રશ્ને યોગ્ય કરવા નાયબ આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડને રજૂઆત કરવામાં આવી હતી.

આ અંગે આશા વર્કરોએ જણાવ્યું હતું કે, શહેરમાં હાલ ૩૦૦થી ૪૦૦ બહેનો કોવિડ-૧૯ની કામગીરી કરી રહ્યા છે. તંત્ર દ્વારા ફીકસ ત્રણ હજાર વેતન આપવામાં આવી રહ્યું છે. પરંતુ છેલ્લા બે મહિનાથી ૩-૩ હજાર વેતન ચૂકવણું થયેલ નથી.

આજે બપોરે આશા વર્કરો દ્વારા વેતનમાં વધારો કરવા માસ્ક -હાથના મોંજા તથા ગત બે મહિનાનું વેતન ચૂકવવા સહિત પ્રશ્નો રજૂઆત કરવામાં આવી હતી.

(3:34 pm IST)