Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

શિક્ષણ સમિતિના ભાજપના ૧૨ ઉમેદવારો જાહેર : નિમાવત અથવા પૂજારા ચેરમેન ?

જયદીપ જલુ, સંજય ભાયાણી તથા જગદીશભાઇ ભોજાણી સરકાર નિયુક્‍ત સભ્‍યની પણ જાહેરાત : કાલે ચિત્ર સ્‍પષ્‍ટ થશે : ૧૯ જુને ચૂંટણી : કોંગ્રેસ ૧૧ કલાકે ૧ બેઠક માટે તથા ભાજપ તમામ બેઠક પર ૧૨.૩૯એ ફોર્મ ભરશે

રાજકોટ : મ્‍યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપના ઉમેદવારોની પ્રદેશના નિર્ણય મુજબ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ શહેર સંકલનના આગેવાનો સાથે વિચાર વિમર્શ કરી રાજકોટ મહાનગર શિક્ષણ સમિતિના ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ તમામ ઉમેદવારોને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઇ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ધારાસભ્‍ય ઉદય કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર ડો. પ્રદીપ ડવ, ડે.મેયર કંચનબેન સિધ્‍ધપુરા, સ્‍ટે.ચેરમેન પુષ્‍કર પટેલ, નેતા વિનુ ધવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી સહિતના આગેવાનોએ શુભેચ્‍છા પાઠવેલ છે.

રાજકોટ, તા. ૩૧ :  ભાજપ દ્વારા ૧૮ માર્ચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું સામુહીક રાજીનામા લઇ લેવાયા બાદ બે મહિનાથી વધુ  સમયથી ખાલી રહેલ સમિતિની ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ નવનિયુકત પ્રમુખ મુકેશ દોશી દ્વારા જાહેર કરવામાં આવ્‍યા છે. 

નગરપ્રાથમિક શિક્ષણ

સમિતિ ચૂંટણી વર્ષ-ર૦ર૩

ભાજપે પ્રવીણભાઇ નિમાવત, વિક્રમભાઇ પુજારા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઇ રબારી, ઇશ્વરભાઇ જીત્‍યા, હિતેશભાઇ રાવલ, રસિકભાઇ બદ્રકીયા, અજયભાઇ પરમાર, મનસુખભાઇ વેકરીયા, સંગીતાબેન છાયા, જાગૃતિબેન ભાણવડીયા તથા સુરેશભાઇ રાધવાણીને મેદાનમાં ઉતાર્યા છે. જયારે સરકાર દ્વારા જયદીપ જલુ, સંજય ભાયાણી તથા જગદીશભાઇ ભોજાણીને નિયુકત કરવામાં આવ્‍યા છે.

શિક્ષણ સમિતિની ચૂંટણીનું ચિત્ર આવતીકાલ સુધીમાં સ્‍પષ્‍ટ થઇ જશે, જયારે ૧૯ જુનના રોજ સભ્‍યોની ચુંટણી યોજાશે.  ત્‍યારબાદ શિક્ષણ સમિતિના ચેરમેન-વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા ૩ ઉમેદવારે ફોર્મ ઉપાડયા છે. આવતીકાલે સવારે ૧૧ કલાકે ૧ ફોર્મ ભરશે તેમ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.  જ્‍યારે ભાજપના તમામ ઉમેદવારો આવતીકાલે બપોરે ૧૨.૩૯ કલાકે ફોર્મ ભરશે તેમ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્‍યું હતું.(૨૧.૩૭)

બે મહિલાઓ રીપીટઃપુજારાને બીજીવાર તક

રાજકોટ તા. ૩૧ :.. નગર પ્રાથમિક શીક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર થયેલ ૧ર નામો પૈકી ગત ટર્મના બે મહિલા સભ્‍યો સંગીતાબેન છાયા અને જાગૃતિબેન ભાણવડીયાને પાર્ટી દ્વારા રિપીટ કરવામાં આવ્‍યા છે. જયારે સમિતિના ચેરમેન માટે જેમનું નામ ચર્ચાય રહ્યું છે તેવા વિક્રમભાઇ પુજારાને પણ બીજીવાર તક મળી છે. પુજારા અગાઉ  ર૦૧૦ થી ર૦૧પ દરમિયાન શિક્ષણ સમિતિના સભ્‍ય રહી ચૂકયા હોવાનો અનુભવ પણ ધરાવે છે.

(3:20 pm IST)