Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

૫૧ લાખના ચેક રિટર્નના કેસમાં રાજકોટના વેપારીને કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન

રાજકોટ,તા.૨૯ : રાજકોટના અમીન માર્ગ પર રહેતા અને કન્‍સ્‍ટ્રકશનનું કામકાજ કરતા શૈલેષ વલ્લભભાઈ પોકીયાએ ફરીયાદી યતીન કોરાટ પાસેથી લીધેલી રકમ રૂા. પ૧ લાખ પરત આપવા આપેલ ચેક બાઉન્‍સ થતા ફરીયાદી યતીનભાઈએ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, આ ફરીયાદના ફરીયાદી યતીન કોરાટ ખોડલ મોબાઈલ નામની ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેમજ આરોપી શૈલેષ અવાર નવાર તેમની મોબાઈલની દુકાન જતા હોય જેથી મિત્રતાના સબંધ સ્‍થપાયેલ હતા. આરોપી કન્‍સ્‍ટ્રકશનનું કામકાજ કરતા હોય જેથી ફરીયાદી યતીનભાઈ પાસે મિત્રતાના દાવે ફેબુ્રઆરી - ર૦૧૯ થી ઓકટોબર - ર૦રર ના સમયગાળામાં કટકે કટકે રૂા. પ૧,૦૦,૦૦૦/- હાથ ઉછીના લીધેલ હતા. તમામ રકમ છ માસમાં પરત આપી દેશે તેવું જણાવેલ હતુ અને તેથી આરોપી દ્વારા ફરીયાદીને ફરીયાદીની પેઢીના નામ જોગનો ચેક આરોપીએ પોતાના સ્‍વહસ્‍તાક્ષરમાં લખી આપેલ હતા. તેમજ આરોપી દ્રારા વચન અને વિશ્‍વાસ આપેલ હતો કે ચેક બેંકમાં વટાવવા માટે રજુ કરતા વટાવાઈ જશે અને ફરીયાદીની કાયદેસરની લેણી નીકળતી રકમ પરત મળી જશે.

ફરીયાદીને આરોપી દ્રારા અપાયેલ ચેક પોતાની બેંકમાં વટાવવા માટે રજુ કરેલ હતો જેથી માલુમ પડેલ કે આરોપીએ પોતાનુ બેંક એકાઉન્‍ટ બંધ કરાવી દીધેલ છે માટે ‘એકાઉન્‍ટ કલોઝડ'ના શેરાવાળા રીટર્ન મેમો સાથે ચેક પરત ફરેલ હતો. જેથી ફરીયાદીએ પોતાની કાયદેસરની લેણી નીકળતી રકમ પરત મેળવવા માટે એડવોકેટ શ્રી રીપન ગોકાણીનો સંપર્ક સાધેલ હતો. ચેક બાઉન્‍સ થતા આરોપીને તા. ૧૮/૦૪/ર૦ર૩ ના રોજ નોટીસ પાઠવી લેણુ ભરી દેવા જાણ કરેલ હતી પરંતુ આરોપી દ્રારા ફરીયાદીની કાયદેસરની લેણી નીકળતી રકમ પરત ન આપવાના એકમાત્ર બદ ઈરાદે નોટીસનો જવાબ કે રકમ પરત આપેલ ન હતી. જેની નિયત સમય મર્યાદામાં ફરીયાદી યતીનભાઈ કોરાટે રાજકોટની નામ. અદાલતમાં આરોપી શૈલેષ પોકીયા વિરૂઘ્‍ધ ધી નેગોશીયેલબ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ ની કલમ - ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ હતી તેમજ તે અંગેના સોગંદનામા પણ રજુ કરેલા હતા. સમગ્ર મામલો નામ. અદાલત સમક્ષ પહોંચતા નામ. અદાલત દ્રારા આરોપી શૈલેષ પોકીયાને કોર્ટમાં હાજર રહેવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી યતીનભાઈ કોરાટ તરફે રાજકોટના એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા રોકાયેલ છે.

(4:29 pm IST)