Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

લીંબડીમાં પીજીવીસીએલની ઘોર બેદરકારી : ડીપી બોક્‍સ તાકીદે બંધ કરવા માંગ

વઢવાણ,તા.૫ : લીંબડી બસસ્‍ટેસન રોડ પર વ્‍હાઈટ હાઉસ કોમ્‍પલેક્ષ પાસે જાહેર રોડ ઉપર આવેલા પીજીવીસીએલનાં વીજ પોલમાં લગાવેલી લોખંડની પેટી ખુલ્લી હોવાથી જીવલેણ અકસ્‍માતનો ભય સેવાઇ રહ્યો છે. પેટીની અંદરનાં જીવતાં વાયરથી શોર્ટ સર્કિટ તથા અકસ્‍માત થઇ શકે તેવી દહેશત શહેરીજનો દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

 વિસ્‍તારમાં વ્‍હાઈટ હાઉસ કોમ્‍પલેક્ષમાં ૩૦૦થી વધુ દુકાનો તથા કોર્ટ આવેલી હોવાથી ગ્રામ્‍ય વિસ્‍તારનાં રાહદારીઓ તથા મોટા ભાગના વેપારીઓની અવર-જવર ખુબજ રહેતી હોવાથી કોઈ આકસ્‍મિક ઘટના બને તેવો ભય રહે છે. તેમજ અબોલ પશુઓનો પણ જીવ જોખમમાં મુકાઈ શકે છે. છતાંય તંત્ર દ્વારા ધ્‍યાનમાં લેવામાં આવતું નથી.

(12:05 pm IST)