Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે 'કોવિડ વિજય રથ'નું પ્રસ્થાન

એક સપ્તાહ સુધી સર્વત્ર પરિભ્રમણ : કોરોના જાગૃતિનો પ્રચાર કરાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૭:  કોવિડ સામે લોક જાગૃતિ લાવવા વડા પ્રધાન નરેન્દ્રભાઈ સતત સક્રિય છે. તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજયભાઈ દ્વારા પણ ધન્વંતરી રથના માધ્યમથી ગામડે ગામડે તંત્ર પહોંચ્યું છે.

ત્યારે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલય, પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા ગુજરાતમાં કોવિડ વિજય રથ જનજાગૃતિ અભિયાનની શરૂઆત થઈ રહી છે. આ અંગે ગુજરાત સ્થિત પીઆઈબી, આરઓબીના એડી. ડીજી ડો. ધીરજ કાકડીયાના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારની સમયસૂચકતા અને રાજય સરકારના ત્વરિત નિર્ણયોને કારણે કોવિડની ભીષણ અસરથી દેશ અને રાજયને બચાવવામાં સફળતા મળી છે.

ત્યારે કોવિડ સામેની લડાઈના નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં વધુ જાગૃતિ કેળવાય એવા ઈરાદાથી આ અભિયાન શરૂ કરાયું છે. કચ્છ ઝોન હેઠળ આવતા ચાર જિલ્લાઓમાં ફરનાર કોવિડ વિજય રથનો પ્રારંભ મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ભુજના સરકીટ હાઉસથી થયો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જ થનાર ડિજિટલ ફ્લેગ ઓફની સાથે જ ભુજના સરકીટ હાઉસ ઉમેદ ભવનથી સાંસદ વિનોદ ચાવડા સવારે ૧૦ વાગ્યે લીલી ઝંડી દર્શાવી રથને પ્રસ્થાન કરાવ્યુ હતું. કોવિડ જાગૃતિ રથ કચ્છના વિવિધ તાલુકાઓમાં એક સપ્તાહ ફરશે. ત્યાર બાદઙ્ગ કચ્છ જિલ્લા ઝોન હેઠળ આવતા મોરબી, સુરેન્દ્રનગર, જામનગર એ જિલ્લાઓમાં કોવિડ જાગૃતિના પ્રચારાર્થે ફરશે.

(11:34 am IST)