Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

પોરબંદર જિલ્લામાં કોરોનાના નવા ૪ કેસ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૭: જિલ્લામાં કોરોના પોઝીટીવના નવા ૪ કેસ આવ્યાં છે. જિલ્લા અત્યાર સુધી કુલ પોઝીટીવ કેસની સંખ્યા પ૮૬ પહોંચી છે.

જિલ્લામાં કોરોનાના ૪ પોઝીટીવ કેસમાં રાણાવાવની ૪૦ વર્ષનો યુવાન, છાંયામાં રર વર્ષનાં યુવાન, ઇન્દિરાનગરમાં પ૦ વર્ષના પુરૂષ તથા કડિયા પ્લોટમાં પ૧ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે.

જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલ પ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સાજા થયેલા કોરોનાના દર્દીની સંખ્યા ૪૦૮ થઇ છે. હાલ ભાવસિંહજી હોસ્પિટલમાં કોરોનાના ૧ર દર્દીઓ સારવાર લઇ રહેલ છે. કોવિડ સેન્ટરમાં ર દર્દીઓ સારવારમાં છે.

(1:18 pm IST)