Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રાજુલા નાયબ કલેકટર ડાભીએ જાતે હાજર રહી પાક નુકશાનીનો સર્વે કરાવ્યો

રાજુલ, તા. ૭ : તાજેતરમાં રાજુલા તાલુકામાં ખૂબ જ ભારે વરસાદ પડેલ હોય અને રાજુલા તાલુકા ખેડૂતોને ખેતી પાકોમાં ભારે નુકશાન થયેલ હોય આ અંગે અનેક રજુઆતો સરકારમાં કરવામાં આવેલ.

સરકાર દ્વારા નુકશાનનું સર્વે તાત્કાલીક કરવા જણાવવામાં આવેલ હોય રાજુલાના નાયબ કલેકટર કે.એસ. ડાભી દ્વારા માકરડી ગામે ગ્રામ સેવક જીતુભાઇ તેમજ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ હોય તેનું જાત નિરીક્ષણ કરવામાં આવેલ હતું.

આ કામગીરી સમયે રાજુલા માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર રમેશભાઇ વસોયા, તેમજ ગામના અગ્રણી સહિતના લોકો દ્વારા ખેતરોમાં જઇને સર્વે કામગીરી કરવામાં આવેલ હતી અને ખેતી પાકોને થયેલ નુકશાનીનું વળતર મળી રહે તેવી કાર્યવાહી ધરવામાં આવેલ હતી.

(1:19 pm IST)