Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

મેંદરડા પાસે પોલીસ પર દારૂ ભરેલી કાર ચડાવનાર બે ની ધરપકડ

જુનાગઢના આકાશ અને રાહુલને બોધપાઠ મળ્યો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૭ : મેંદરડા પાસે પોલીસ પર દારૂ ભરેલી કાર ચડાવનાર જુનાગઢના આકાશ અને રાહુલને પોલીસે ઝડપી લઇ બંનેને સારો એવો બોધપાઠ આપ્યો હતો.

મેંદરડાના પી.એસ.આઇ.કે.એન. મોદી સ્ટાફ સાથે શનીવારે બપોરના મેંદરડા નજીક બાયપાસ ચોકડી નજીક પેટ્રોલીંગમાં હતા.

ત્યારે વાહન ચેકીંગમાં જી.જે.૧૧-બીઆર ર૦રર નામની અલ્ટો કાર આવતા પોલીસે કાર રોકવાનો ઇશારો કર્યો હતો.

પરંતુ કારમાં બેઠેલ જુનાગઢની હાઉસીંગ બોર્ડ કોલોનીમાં રહેતો આકાશ દિનેશ વાઢેર અને રાહુલ હરસુખ ચાવડાએ પોતાની કાર રોકવાને બદલે પીએસઆઇ મોરી ઉપર ચડાવી દઇ મારી નાંખવાની કોશિષ કરી હતી. તેમજ જીઆરડી-હોમગાર્ડના જવાનો ઉપર કાર ચડાવી દેવાની કોશિષ કરી બેરીકેટને નુકશાન કર્યું હતું.

બાદમાં બન્ને શખ્સોએ કાર ભગાડી હતી પરંતુ પોલીસે પીછો કરીને આકાશ અને રાહુલને ઝડપી લઇ રૂ.૧૦,પ૦૦નો દેશી દારૂ તેમજ કાર સહિત રૂ.ર૧૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે આ શખ્સોનો કોવિડ ટેસ્ટ કરાવીને ગઇકાલે બંનેની વિધિવત ધરપકડ કરી હતી અને આ ઇસમોને દારૂ આપનાર જુનાગઢના રાયકા મુળુભાઇ રબારીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(1:26 pm IST)